Western Times News

Gujarati News

હાથરસ કેસમાં CBI દ્વારા હજુ સુધી તપાસ અંગે ઉત્તર મળ્યો નથી

લખનૌ: હાથરસ કાંડની તપાસ સીબીઆઈ કરશે કે નહીં, તેને લઈને શંકાઓ થઈ રહી છે. ઉત્તરપ્રદેશ સરકાર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવને ૫ દિવસ થઈ ગયા છે. જોકે, હજુ સુધી સીબીઆઈ તરફથી તપાસને લઈને કોઈ ઉત્તર મળ્યો નથી. આ મામલે સીબીઆઈ તરફથી ન મળી રહેલી પ્રતિક્રિયાના કારણે ઘણાં સવાલો ઉઠવાના શરુ થઈ ગયા છે. પ્રસ્તાવ મોકલ્યા છતા સીબીઆઈ દ્વારા આ મામલે એફઆઈઆર નથી નોંધાઈ અને સીબીઆઈ દ્વારા સ્થાનિક પોલીસ પાસેથી ઘટનાને લગતા દસ્તાવેજ પણ કબજે નથી લેવાયા. જોકે, વહીવટીતંત્રના ઉચ્ચપદસ્થ સૂત્રોનું કહેવું છે કે સીબીઆઈ દ્વારા જે પગલા ભરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે.

૧૨ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં હાથરસ કાંડને લઈને દાખલ કરાયેલી અરજી પર સુનાવણી થવાની છે. હાથરસ કાંડ સાશનને લઈને પહેલા ત્રણ સભ્ય એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટના આધારે હાથરસના તત્કાલીન એસપી સહિત ૫ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા હતા. શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય સચિવ અને ડીજીપીને ઘટના સ્થળની મુલાકાત લેવા માટે મોકલ્યા હતા.

પીડિત પરિવારે મુખ્યમંત્રીએ મોકલેલા બન્ને અધિકારીઓને ઘટનાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી જેના આધારે એ જ દિવસે મુખ્યમંત્રીએ સીબીઆઈ પાસે તપાસ કરાવવા માટેની કામગીરી આરંભી દીધી. સીબીઆઈ તપાસ કરાવવા માટે મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે સીબીઆઈ તપાસ સંબંધિત તમામ ઔપચારિકતાઓ એ દિવસે પૂર્ણ કરી દીધી હતી.

એક તરફ જ્યાં એસઆઈટી દ્વારા ૫ દિવસ બાદ પણ તપાસને લઈને કોઈ જવાબ નથી અપાયો. ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આ મામલે તપાસ માટે એસઆઈટીને તપાસ માટે વધુ ૧૦ દિવસનો સમય આપવાથી, વધુ કુતૂહલતા સર્જાઈ છે. એસઆઈટીએ ગુરુવારે પીડિતાના ગામમાં ૪૦ લોકો સામે નોટિસ જારી કરીને પૂછપરછ માટે હાથરસ પોલીસ લાઈન્સ બોલાવ્યા અને તેમના નિવેદન નોંધ્યા. તેમાં ગામના એ લોકોનો પણ સમાવેશ થાય છે, જે ઘટનાના સમયે સ્થળની આસપાસ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા અથવા તો અંત્યેષ્ટિ સમયે સ્થળ પર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.