હાથરસ ગેંગરેપઃ પોસ્ટમોર્ટમમાં ખુલાસો, અનેકવાર ગળું દબાવાથી સર્વાઇકલ સ્પાઇન તૂટી જવાથી મોત થયું
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસનીની પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે. સફદરગંજ હૉસ્પિટલ ના ડૉક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં કહેવામાં આવ્યું છે કે પીડિત યુવતીનું મોત ગળાનું હાડકું તૂટવાથી થયું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વારંવાર ગળું દબાવવાથી હાડકું તૂટ્યું હતું. ગળા પર ઈજાના નિશાન પણ મળ્યા છે. જોકે રિપોર્ટમાં દુષ્કર્મની વાત નથી કહેવામાં આવી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગળું દબાવવાથી સર્વાઇકલ સ્પાઇન તૂટી ગઈ હતી, જે મોતનું મુખ્ય કારણ બન્યું. આ પહેલા અલીગઢના જેએન મેડિકલ કૉલેજના રિપોર્ટમાં પણ ગળાનું હાડકું તૂટવાની વાત કહેવામાં આવી હતી.
મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગળું દબાવવાના કારણે સર્વાઇકલ સ્પાઇનનું લિગામેન્ટ તૂટી ગયું હતું. મેડિકલ રિપોર્ટમાં પણ દુષ્કર્મની વાતનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.