હાથરસ ગેંગરેપ: યોગીના રાજમાં ન્યાય નહીં: પ્રિયંકા
નવીદિલ્હી, હાથરસ ગેંગરેપ પીડિતાના મોત અને ત્યારબાદ પરિવારની સહમતિ વિના પોલીસ દ્વારા પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવાના ઘટના બાદ ઉત્તરપ્રદેશ સરકાર પર વિરોધ પક્ષોએ પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ સરકાર પર સવાલ ઉઠાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રાજીનામું આપવાની માંગ કરી છે.
પ્રિયંકાએ એક ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે વર્તમાન શાસનમાં ન્યાય નથી ફકત અન્યાયની બોલબાલા છે પ્રિયંકાએ લખ્યું કે રાતને ૨.૩૦ કલાકે પરિવારજનો કગરતા રહ્યાં પરંતુ હાથરસની પીડિતાના શરીરને ઉત્તરપ્રદેશ પ્રશાસને જબરજસ્તી સળગાવી દીધુ જયારે તે જીવિત હતી ત્યારે સરકારે તેને સુરક્ષા આપી નહીં જયારે તેના પર હુમલો થયો સરકારે સમય પર સારવાર આપી નહીં પીડિતાના મૃત્યુ બાદ સરકારે પરિવારજનોથી પુત્રીના અંતિમ સંસ્કારનો અધિકાર છીનવી લીધો અને મૃતકને સમ્માન પણ આપ્યું નહીં.
પ્રિયંકાએ લખ્યું કે ઘોર અમાનવીયતા તમે અપરાધ રોકયો નહીં પરંતુ અપરાધિઓની જેમ વ્યવહાર કર્યો છે અપરાધ રોકયો નહીં એક માસૂમ બાળકી અને તેના પરિવાર પર બેગણો અત્યાચાર કર્યો રાજીનામુ આપી દો. તમારા શાસનમાં ન્યાય નહીં પરંતુ અન્યાયની બોલબાલા છે. જયારે રાહુલ ગાંધીએ તો યુપીમાં એક વર્ગ વિશેષને જંગલરાજ હોવાનો આરોપ લગાવ્યો છે
લખનૌમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયકુમારના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જો કે પોલીસે તેને રોકવા માટે બળ પ્રયોગ કર્યો હતો.પોલીસે અનેક કાર્યકરોની ધરપકડ કરી છે.HS