હાથરસ જતી વખતે ધક્કામુક્કીમાં રાહુલ પડી ગયા: યુપી પોલીસે કોલર પકડ્યો
નોઈડા, ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાને ગ્રેટર નોઈડામાં પોલીસે પ્રથમ વખત રોક્યાં તો બંને કારમાંથી ઊતરીને ચાલીને આગળ વધ્યાં. થોડીવાર પછી પોલીસે ફરી રોક્યાં અને રાહુલની ધરપકડ કરી. આ પહેલાં ધક્કામુક્કીમાં રાહુલ જમીન પર પડી ગયા. પોલીસે રાહુલનો કોલર પણ પકડ્યો હતો. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે રાહુલને હાથમાં ઈજા થઈ છે.
રાહુલે કહ્યું, પોલીસે મને ધક્કા માર્યા, લાઠી ચાર્જ કર્યો, મને જમીન પર પાડી દીધો. હું પૂછવા માગુ છું કે શું આ દેશેમાં માત્ર મોદીજી જ ચાલી શકે છે ? શું સામાન્ય માણસ ન ચાલી શકે. અમારી કારને રોકવામાં આવી હતી, એટલે અમે પગે ચાલવાનું શરૂ કર્યું. હું તે ગેંગરેપ પીડિતના પરિવારને મળવા માગું છું, તેઓ મને રોકી શકશે નહિ. રાહુલે પોલીસને પૂછ્યું કે કઈ ધારા અંતર્ગત મારી ધરરકડ કરી રહ્યા છો, લોકો અને મીડિયાને જણાવો ? પોલીસે કહ્યું કે સર, એ બધું તમને જણાવવામાં આવશે. તમે ધારા-188નું વાયલેશન કર્યું છે.