Western Times News

Gujarati News

હાથરસ પીડિતાના પરિવારની સુરક્ષા વધારાઈ

લખનૌ, હાથરસ કેસમાં પીડિતાના પરિવારની સુરક્ષા માટે સતત થઈ રહેલી માંગણી બાદ હવે વહિવટીતંત્રે પીડિતાના ઘરની સામે મેટલ ડિટેક્ટર લગાડી દીધુ છે. અહીંયા આવનાર દરેક મુલાકાતીએ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવુ પડશે.પીડિતાના પરિવારને મળવા આવનાર વ્યક્તિની સઘન તપાસ કરવામાં આવશે અને એ પછી જ મુલાકાતની મંજુરી મળશે.એટલુ જ નહીં રાજ્ય સરકારે પીડિતાના પરિવારના દરેક સભ્યની સુરક્ષા માટે બે પોલીસ કર્મીઓની નિમણૂંક કરી છે.

આ પરિવારના ઘર તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટમાં પીડિતાના પરિવારની સુરક્ષાને લઈને ઉઠેલા મુદ્દા બાદ સરકાર હરકતમાં આવી છે.પરિવારના ઘરમાં સીસીટીવી પણ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.