હાથરેસ ગેંગરેપ : એફએસએલ રિપોર્ટ પર સવાલ ઉઠાવનાર ડોકટર બરતરફ
અલીગઢ, ઉત્તરપ્રદેશના હાથરસમાં ગત મહીને એક દલિત યુવતીની સાથે કહેવાતા ગેંગરેપ અને હત્યાના મામલામાં એફએસએલ રિપોર્ટ પર સવાલ ઉઠાવનાર અલીગઢના ડોકટર અજીમ મલિકને જવાબરલાલ નહેરૂ મેડિકલ કોલેજની નોકરીથી બરતરફ કરવામાં આવ્યા છે.ડો મલિક તે હોસ્પિટલમાં ઇમરજેંસી એન્ડ ટ્રોમાં સેંટરમાં મેડિકલ ઓફિસર પદ પર તહેનાત હતાં.હાથરસ પીડિતાની એમએલસી રિપોર્ટ પણ આજ ટીમે બનાવી હતી. ડો મલિક ઉપરાંત તેમની ટીમના સાથી ડો ઓબેદ હકને પણ પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે ડો હકે પીડિતાના મેડિકલ લીગલ કેસ રિપોર્ટ પર સહી કરી હતી.
યુપી પોલીસે પીડિતાની એફએસએલ રિપોર્ટના આધાર પર કહ્યું હતું કે પીડિતાની સાથે રેપ થયો ન હતો તેના પર ડો મલિકે કહ્યું હતું કે એફએસએલના નમુના રેપ માટે ૧૧ દિવસ બાદ લેવામાં આવ્યા હતાં જયારે સરકારી ગાઇડલાઇન્સ અનુસાર રેપના ૯૬ કલાકની અંદર લેવામાં આવેલ નમુનામાં જ રેપની પુષ્ટી થઇ શકે છે. જેએનએમસીએચના સીએમઓ ડો શાહ જૈદીએ તેમને પત્ર લખી તાકિદના પ્રભાવથી તેમને નોકરીમાંથી બરતરફ કરવાની માહિતી આપી.
બીજીબાજુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પ્રશાસનનું કહેવુ છે કે ડો મલિક અને ડો ઓબેદની બરતરફીને હાથરસ કેસથી લેવાદેવા નથી કોવિડના કારણે કેટલાક ડોકટરો બીમાર પડી ગયા હતાં જેને કારણે આ બંન્ને ડોકટરોને કામચલાઉ લાવવામાં આવ્યા હતાં અને હવે તેમની સેવાઓની જરૂરત નથી જયારે ડો અઝીમ મલિકનું કહેવુ છે કે હાથરસ કેસમાં મીડિયાથી વાત કરવાના કારણે જ તેમને સજા મળી છે.
એ યાદ રહે કે ગત મહીને ૧૪ સપ્ટેમ્બરે હાથરસના એક ગામમાં ૨૦ વર્ષની એક દલિત યુવતીની સાથે ખેતરમાં ગામમાં જ ઉચ્ચ જાતિના ચાર યુવકોએ કહેવાતી રીતે ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ તેની સાથે મારપિટ કરી હતી અને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી યુવતીને સફદરગંજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું આ મામલાની તપાસ સીબીઆઇ કરી રહી છે.આ મામલે ખુબ રાજકીય વિવાદ પણ થયો હતો.HS