હાથીજણ પાસે ખારી નદીમાં કેમિકલવાળું દુષિત પાણી છોડાતાં નાગરીકો પરેશાન
અમદાવાદ, અમદાવાદના હાથીજણ પાસે આવેલી ખારી નદીમાં કેમિકલ વાળું દુષિત પાણી અવાર નવાર છોડવામાં આવે છે. નદી અને તળાવનું પ્રદૂષણ ભારતના મોટાભાગના ભાગોમાં એક મોટી સમસ્યા છે, અને આને લઈને સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તો ખાનગી ઉદ્યોગો ને આ પ્રકારે દુષિત થતા નદી તળાવ ને બચાવી શકાય.
આમ તો અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે માટીના ગણેશ લાવો અને ઘરે જ વિસર્જન કરો જેથી નદી તળાવ દુષિત ના થાય. ખાનગી ઉદ્યોગો દ્વારા દુષિત પાણી ને કોઈપણ જાત ના ડર વગર બેફામ રીતે નદી નાળા અને તળાવ માં છોડવામાં આવે છે.
આ પ્રકાર ના દુષિત પાણી ને લીધે નદી ની આસ પાસ ના ગામ માં રહેતા લોકોને ચામડીના તેમજ અન્ય રોગો નો સામનો કરવો પડે છે. જોવાનું એ રહ્યું કે સરકાર અને GPCB બોર્ડ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને કુદરતી પાણીના સ્ત્રોત નદી નાળા અને તળાવ ને જળ પ્રદુષણ થી બચાવી શકાય