હાથી કેમ એના કાન સતત હલાવતો રહે છે, જાણો છો
તમે જાેયું હશે કે હાથી આખો દિવસ પોતાના કાન હલાવતો રહે છે. તમને કયારેય એવો વિચાર આવ્યો છે કે એ શા માટે આવું કરે છે? હકીકતમાં હાથી પોતાના વિશાળકાય શરીરની ગરમીને કાન દ્વારા બહાર છોડી દે છે. આ કામ હાથીના કાનની કોશિકાઓ કરે છે.
તેથી તમે જાેયું હશે કે આફ્રિકાના હાથીઓના કાન બહુ મોટા હોય છે. કારણ કે ત્યાં ગરમી વધારે પડે છે. રેલવેની શરૂઆત થઈ એ પહેલાં ટ્રેનના ડબ્બા ધકેલવા માલસામાન માટે ક્રેનના બદલે હાથીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ વાત ૧૯૬૩ની છે, જયારે વડોદરામાં ટ્રેનને ખેંચવાથી માંડી માલ સામાનની હેરાફેરી કરવા હાથીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
હાથી સામાન્ય રીતે ૧૩ થી ૧૪ વર્ષની ઉંમરમાં યુવાન બની જાય છે. હાથી પાણીની ગંધને ૪.પ કિલોમીટરના અંતરથી સૂંઘી શકે છે. હાથીએકમાત્ર એવું જાનવર છે, જે કૂદી શકતું નથી અને તેને ચારઘુંટણી હોય છે. સિંહને ભલે જંગલનો રાજા કહેવામાં આવતો હોય, પરંતુ તે ગેંડા અને હાથી સામે ક્યારેય લડવાનું પસંદ કરતો નથી.
હાથીનો અવાજ માણસના અવાજની જેમ ભીન્ન હોય છે. થોડા સમય પહેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે હાથી જે અવાજ સાંભળે છે તેની નકલ કરી શકે છે. હાથી ક્યારેય પરસ્પર લડતા નથી. હાથી હંમેશા ઝુંડમાં રહે છે. જયાર ઝુંડમાંથી એક હાથીનું મૃત્યુ થાય ત્યારે બધાં જ ઝુંડ ભેગા થઈને મોટેમોટેથી અવાજ કાઢીને શોક વ્યકત કરે છે.
હાથીને ચોખ્ખાઈ પસંદ છે અને તે દરરોજ નહાય છે. હાથી પોતાની સૂંઢથી જમીન પર પડેલો સિક્કો પણ ઉપાડી શકે છે. હાથીની આંખનો પ્રકાશ ઓછો હોય છે. તેથી તે પોતાની સૂંઢનો ઉપયોગ નેત્રહીન વ્યક્તિ લાકડીનો ઉપયોગ કેર એ રીતે કરે છે.
હાથી ચાલતી વખતે સુંઢથી નીચેની તરફ ફુંક મારે છે. હવા જમીન સાથે અથડાઈને પરત આવે છે. એનાથી તેને આગળના રસ્તાનો અંદાજ આવી જાય છે. આંખનો પ્રકાશ ઓછો હોવાથી તીવ્ર પ્રકાશ હોય ત્યારે હાથીને ઓછું દેખાય છે અને ઓછા પ્રકાશમાં વધારે જાેઈ શકે છે.
યુવાન આફ્રિકન હાથીનું વજન આશરે ૬,૧૬૦ કિલોગ્રામ હોય છે. જયારે ભારતીય હાથીનું વજન પ૦૦૦ કિલોગ્રામની આસપાસ હોય છે. જાનવરોમાં હાથીઓનું મગજ સૌથી મોટું હોય છે. હાથીની યાદશક્તિ પણ સારી હોય છે. તે લાંબા સમય સુધી પાણીમાં તરી શકે છે. હાથી એક વખતમાં પોતાની સૂંઢમાં આશરે ૮ થી ૯ મીટર સુધી પાણી ભરી શકે છે. તે સૂંઢથી ૩પ૦ કીલોગ્રામ જેટલું વજન ઉપાડી શકે છે.