Western Times News

Gujarati News

હાથી મસાલાએ આચાર મસાલાનું ‘સ્પ્રિંકલર જાર’ પેકિંગ બજારમાં મૂક્યું

અમદાવાદ: ભારતમાં અથાણાં માર્કેટનું દર વર્ષે કરોડોનું ટર્નઓવર નોંધાય છે. હાલના ફાસ્ટ યુગમાં અથાણાં બનાવવા અઘરા હોય જેથી હાથી મસાલાએ અથાણાંના માર્કેટને લઈને અનેક રિસર્ચ કર્યા બાદ તુરતજ અથાણું તૈયાર થઇ જાય અને સીધો ઉપયોગ કરી શકાય

તેવા આચર મસાલા માટે પ્રોડક્ટમાં વૈવિધ્યકરણ કરી ભારતમાં સૌપ્રથમ વખત તેના આચાર મસાલાનું ‘સ્પ્રિંકલર જાર’ પેકિંગ ઉપલબ્ધ કરાવ્યું છે. હાથી મસાલા જ એકમાત્ર છે કે જેઓએ અથાણાં બજારમાં પહેલીવાર મસાલાની સાથે ‘સ્પ્રિંકલર જાર’ પેકિંગ બજારમાં મૂક્યું છે.

હાથી મસાલાએ આચાર પાઉચ પેકિંગની સાથે હવે ગ્રાહકોની સગવડતાને ધ્યાને લઇ સ્પ્રિંકલર જાર પેકિંગમાં રજુ કર્યું હોય જેથી તેનો ‘ટ્રાવેલ પેક’ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. વધુમાં કોઇપણ આર્ટિફિશિયલ કલર વિના વૈજ્ઞાનિક પધ્ધતિથી બનતા આચાર મસાલાના આ વિશિષ્ટ સ્પ્રિંકલર જાર પેકિંગને શ્રેષ્ઠ ગ્રેડ પણ મળ્યો છે.

સાથે જ, આ પેકિંગનો આચાર મસાલા સર્વોત્તમ સ્વાદ, સુગંધ, અને નેચરલ રંગ ધરાવે છે. કોઇપણ અથાણું બનાવવા માત્ર આ સ્પ્રિંકલર જાર પેકિંગનો ઇન્સ્ટન્ટ આચાર મસાલા નાખવાનો રહે છે, અને અથાણું તૈયાર થતાં જ તેને ફરી જારમાં જ ભરી પણ શકાય છે. હાથી આચાર મસાલા ખાખરા, ખીચું, શાક,  અને સાથે જ અન્ય વિવિધ વાનગીઓ ઉપર સ્વાદવર્ધક તરીકે પણ છાંટી શકાય છે, જેથી જ સ્પ્રિંકલર જાર પેકિંગ સગવડભર્યું બની રહે છે.

છેલ્લા ૬ દાયકાથી વધુનો અનુભવ ધરાવતું હાથી મસાલા ગુજરાત ઉપરાંત ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, બંગાળ (વેસ્ટ), બિહાર વગેરે જેવાં ૮-૯ રાજ્યોમાં ઘરઘરમાં પહોંચે છે. હાથી મસાલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી હાઈજીનિકલી (આરોગ્યપ્રદ રીતે) પેક કરવામાં આવે છે. હાથી આચાર મસાલાએ સ્પ્રિંકલર જાર પેકિંગ ૧૫૦ ગ્રામમાં ઉપલબ્ધ કરાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.