હાથી મસાલાએ ભારતમાં એક સાથે ૧૧ નવી પ્રોડક્ટ લોન્ચ કરી

અમદાવાદ, છેલ્લા ૭૦ વર્ષથી ઉપરનો અનુભવ ધરાવતું તથા પોતાની ગુણવત્તા અને વિશ્વસનિયતા માટે જાણીતું મસાલા ક્ષેત્રે અગ્રીમ એવા હાથી મસાલાની આજના સમયે ૧૦૦ થી પણ વધુ પ્રોડક્ટ ૨૦ થી પણ વધુ દેશોમાં ઉપલબ્ધ છે ત્યારે હવે તેણે દેશમાં સૌપ્રથમવાર તેની તદ્દન નવી ૧૧ પ્રોડક્ટ લોન્ચ કરી હતી.
જેમાં હાથી ચીલી ફ્લેક્સ, હાથી ઓરેગનો મિક્સ, હાથી પિરિ પિરિ મિક્સ, હાથી નૂડલ મસાલા, હાથી ચાટ મસાલા, હાથી સોડા મસાલા, હાથી ફ્રાયમ્સ મસાલા, હાથી રેશમ હિંગ, હાથી જલજીરા ઝટકા, હાથી હિંગાસ્ટક પાવડર, હાથી બટરમિલ્ક મસાલા અને હાથી આચાર મસાલા સ્પ્રિંકલર જાર નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, હાથી મસાલા ભારતીય મસાલાની સાથોસાથ હવે મસાલા ક્ષેત્રે વિદેશી પ્રોડક્ટસનું ઉત્પાદન પણ સ્વદેશમાં અને તે પણ ગુજરાતમાં જ કરશે. આ અંગે હાથી મસાલાના શ્રી સાગરભાઇ દુબલે જણાવ્યું હતું કે, હાથી મસાલા વર્ષોથી તેના ગ્રાહકોને શ્રેષ્ઠ ક્વોલિટી, વિશ્વસ્તરીય પેકેજિંગ, અને ઉત્તમ સ્વાદ પહોંચાડવા અને ગ્રાહકોની જરૂરિયાતને સંતોષી રહ્યું છે
ત્યારે ભારતમાં બધીજ સ્વદેશી પ્રોડક્ટ લોન્ચ કરતા અમને ખુશી થાય છે. આ તમામ પ્રોડક્ટ લેબોરેટરી ટેસ્ટમાંથી સફળતા પૂર્વક પાસ કર્યા બાદ જ લોકો માટે સૌથમવાર મૂકવામાં આવી છે અને તેનો ઉપયોગ ૬ મહિનાથી લઇ ૧ વર્ષ સુધી કરી શકાય છે.