Western Times News

Gujarati News

હાપામાં બાળ લગ્ન થતા અટકાવતી મહિલા હેલ્પલાઈનની ટીમ

જામનગર, જામનગરમાં હાપા લાલવાડી વિસ્તારમાં એક પરિવાર દ્વારા બાળ લગ્ન કરાવાઈ રહ્યા હતા જે દરમિયાન મહિલા હેલ્પલાઈનની ટીમ પહોંચી ગઈ હતી, અને જામનગરની સમાજ સુરક્ષા કચેરીની ટીમને પણ સ્થળ પર બોલાવી લીધા પછી બન્ને પરિવારોને સમજ આપીને બાળ લગ્ન અટકાવ્યા હતા જયારે માત્ર ૧૪ વર્ષની સગીરાને વિકાસ ગૃહમાં મોકલી આપી હતી.

જામનગર પંથકમાં સગીરવયના બાળકોને લગ્ન્‌ કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગરના હાપા નજીક લાલવાડી વિસ્તારમાં એક ૧૪ વર્ષની સગીરાના તેમજ ૧ર વર્ષના યુવકના બાળ લગ્ન થતા અટકાવ્યા હતા.

સૌપ્રથમ ૧૮૧ અભયમ ટીમને બાળ લગ્નની જાણકારી મળી હતી. અને ઘટના સ્થળે પહોંચી જઈ અને વાલીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અભિયમની ટીમ દ્વારા તુરંત જ ૧૦૯૮ ચાઈલ્ડ લાઈનની ટીમને જાણ કરીને થઈ રહેલા બાળ લગ્નની માહિતી આપી હતી જેથી સમાજ સુરક્ષા વિભાગની ટીમના સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જયોત્સનાબેન હરણ, તેમજ સમાજ સુરક્ષા કચેરીના એમ.આર. પટેલ વગેરે સ્થળ પર દોડી ગયા હતા અને રર વર્ષના યુવક તેમજ ૧૪ વર્ષની સગીરાના લગ્ન અટકાવ્યા હતા અને તેઓને સગીરા પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન કરવા માટેની સમજ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.