Western Times News

Gujarati News

હાયફને 6000 રિટેલર્સ સાથે જોડાણ કર્યું,  વિસ્તરણ માટે રૂ. 300 કરોડનું રોકાણ કરશે

હાયફને રિટેલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો; વર્ષ 2022 સુધીમાં 20 ટકા બજાર હિસ્સો મેળવવાનો લક્ષ્યાંક

  કંપનીએ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, પૂણે, બેંગાલુરુ અને હૈદરાબાદમાં 6000 રિટેલર્સ સાથે જોડાણ કર્યું તથા ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ઇ-કોમ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે

અમદાવાદ, ભારતમાં પ્રીમિયમ ગુણવત્તાયુક્ત ફ્રોઝન પોટેટ પ્રોડક્ટ્સની સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારો પૈકીની એક હાયફનએ ભારતમાં ઉપભોક્તાઓ વચ્ચે એની પહોંચ વધારવાના વિઝન સાથે રિટેલ સેગમેન્ટમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. સરકારના મેક ઇન ઇન્ડિયા પહેલને સુસંગત કંપનીએ વર્ષ 2015માં ગુજરાતમાં મહેસાણામાં અદ્યતન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો. 5 વર્ષના ટૂંકા ગાળામાં હાયફનને સ્થાનિક અને નિકાસ એમ બંને બજારોમાં HoReCa અને QSRમાં જબરદસ્ત સફળતા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારોમાં કંપનીની કામગીરી વધારવાના અને ભારતીય બજારની વધતી માગ પૂરી કરવાના એકમાત્ર વિઝન સાથે હાયફન એની ઉત્પાદન ક્ષમતા 80k ટનથી વધારીને વર્ષ 2022 સુધીમાં 200k ટન વધારશે. આઇએમએઆરસીના સંશોધન મુજબ, ભારતીય ફ્રોઝન પોટેટોનું બજાર આગામી પાંચ વર્ષ દરમિયાન 17.30 ટકાના સીએજીઆર સાથે વધશે. અભ્યાસમાં વધુ જણાવવામાં આવ્યું છે કે, ફ્રોઝન પોટેટો ઉત્પાદનોનું બજાર દેશમાં વધશે, કારણ કે તેઓ રાંધવામાં સુવિધાજનક છે અને વિવિધ ફ્લેવર્સ, શેપ અને સાઇઝમાં ઉપલબ્ધ છે, જે ઉપભોક્તાઓની વિવિધ પસંદગી પૂરી પાડશે.

આ જાહેરાત પર હાયફનના સીઇઓ શ્રી હરેશ કરમચંદાનીએ કહ્યું હતું કે, “ચાલુ રોગચાળા દરમિયાન અમે ઉપભોક્તાઓમાં સારી ગુણવત્તા અને સુવિધાજનક ફૂડ વિકલ્પોની પસંદગી વધારે જોઈએ છીએ, જે તેમના વિવિધ ટેસ્ટને પૂરો કરશે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને હોમમેકર્સ હવે વધારેને વધારે સાદા ભોજન તરફ વળી ગયા છે, જે સ્વચ્છ, સલામત હોય અને રાંધવામાં સરળ હોય. એટલે હાયફનના ઉત્પાદનો રોજિંદા આહાર માટે સુવિધાજનક અને સરળ સમાધાન પ્રદાન કરશે. અમે ભારતીય ઉપભોક્તાની પેલેટને અનુરૂપ હશે એવા વધુને વધુ પરિવર્તનકારક ઉત્પાદનો પ્રસ્તુત કરવા આતુર છીએ, જેથી ઉપભોક્તાઓને વધારે વિકલ્પો મળશે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે અમારી વિસ્તરણ યોજના માટે રૂ. 300 કરોડનું રોકાણ કરી રહ્યાં છીએ અને આ સાથે અમારો ઉદ્દેશ ગુજરાતમાં સ્થાનિક રોજગારીની વધારે તકો ઊભી કરવાનો છે. અમે સંકળાયેલી પ્રક્રિયાઓનું સૌથી વધુ ધ્યાન રાખીશું, જેથી એફએસએસએઆઈ દ્વારા ઇશ્યૂ થયેલી ફૂડ સ્વચ્છતા અને સલામતીની માર્ગદર્શિકા મુજબ ખાદ્ય સલામતીનું સર્વોચ્ચ સ્તર સુનિશ્ચિત થાય.”

માર્કેટિંગ યોજના વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં હાયફનના માર્કેટિંગ હેડ શ્રી વરુણ મલિકે કહ્યું હતું કે, “અમે ડિજિટલ-ફર્સ્ટ અભિગમ સાથે સંપૂર્ણ માર્કેટિંગ સ્ટ્રેટેજીનું આયોજન કર્યું છે. જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ્સ બ્રાન્ડ ઊભી કરવા અને ઉપભોક્તાઓ સુધી પહોંચવા મુખ્ય માધ્યમ બની રહેશે, ત્યારે અમે વિવિધ ટચપોઇન્ટ પર ઉપભોક્તાને સક્રિય કરવા ટ્રેડ માર્કેટિંગ પ્રોગ્રામ અને સેમ્પ્લિંગ ડ્રાઇવ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું.”

હાયફન 25થી વધારે રેડી-ટૂ-કૂક ફ્રોઝન સ્નેક્સ ઓફર કેર છે, જેમ કે ફ્રેન્ચ ફ્રાઇઝ, આલૂ ટિક્કી, બર્ગર પેટ્ટીસ, નગેટ્સ વગેરે, જે ફૂડ સર્વિસ/HoReCa ચેનલ્સમાં એના પ્રતિષ્ઠિત ભારતીય અને આંતરરાષ્ટ્રીય ચેનલ પાર્ટનર્સ/વિતરકો દ્વારા ઉપલબ્ધ થાય છે. બ્રાન્ડે ભારતીય પેલેટને અનુકૂળ એના ઉત્પાદનો બનાવ્યાં છે, જે આલૂ ટિકી, મુંબઈ આલૂ વડા, સાબુદાણા પેટ્ટી જેવી સૌથી વધુ મનપસંદ અને લોકપ્રિય ભારતીય નાસ્તામાં પ્રતિબિંબિત થાય છે. તેમના પોર્ટફોલિયોમાં વધુ એક વિશિષ્ટ નાસ્તો “પોટેટોબેટ્સ” (આલ્ફાબેટનો શેપ ધરાવતા છૂંદેલા બટાટા) છે, જે ખાસ બાળકો માટે બનાવ્યાં છે.

હાયફનને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગર્વ છે, જ્યાં સંપૂર્ણ ઓટોમેશન સુનિશ્ચિત કરે છે કે ફાઇનલ પ્રોડક્ટને હાથનો સ્પર્શ ન થાય. તેની ઉત્પાદનની કામગીરી અને ઉત્કૃષ્ટ સ્વચ્છતા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે સુસંગત છે, જેણે હાયફનને BRCGSમાંથી AA સર્ટિફાઇડ બનાવી છે. મેનેજમેન્ટ તમામ કર્મચારીઓ અને ફૂડ હેન્ડલર્સની કડક ચકાસણી કરે છે અને તેઓ નિયમોનું પાલન કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનોનું દરેક પાલન કરે એ સુનિશ્ચિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.