હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ પણ બની રહ્યો છે કોરોના
અમદાવાદ: દિવસેને દિવસે કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. આ ખતરનાક અને જીવલેણ વાયરસ ફેફસા અને મગજની સાથે-સાથે રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે.
શહેરના ૩૫ વર્ષના એક યુવકની વાત કરીએ તો તેને રાત્રે ભોજન લીધાના એક કલાક બાદ તાત્કાલિક દોડવું હોસ્પિટલ દોડવું પડ્યું હતું, તેનામાં ઈસ્કેમિક સ્ટ્રોકના લક્ષણો જાેવા મળી રહ્યા હતા. હોસ્પિટલે કોવિડ-૧૯નો ટેસ્ટ કર્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
‘તેને આ પહેલા સ્ટ્રોક આવ્યો નહોતો. તેનું જીવન પણ સામાન્ય હતું. તેને કોઈ પ્રકારનું વ્યસન પણ નહોતું. તેથી, આટલી નાની ઉંમરમાં સ્ટ્રોક આવવો તે અસામાન્ય છે’, તેમ ઝાયડસ હોસ્પિટલના ન્યૂરોલોજિસ્ટ ડો. અરવિંદ શર્માએ જણાવ્યું. ‘બાદમાં ખુલાસો થયો કે વાયરસના ચેપના લીધે તેની સ્થિતિ વિકટ બની હતી, જાે કે તેનામાં કોઈ લક્ષણો જાેવા મળ્યા નહોતા’.
શહેરના નિષ્ણાતોનું કહેવું છે કે, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અથવા સૂકી ખાંસી કોવિડ-૧૯ના લક્ષણો છે, પરંતુ આ સંક્રમણની એકમાત્ર રીત નથી. દર્દીઓમાં અન્ય લક્ષણો જાેવા મળી શકે છે, પરંતુ સંક્રમણના કારણે તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. જે રક્તવાહિનીઓમાં સોજાે અને બ્લડ ક્લોટિંગનું કારણ બને છે.
અપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. જય કોઠારીએ કહ્યું કે, કોરોના વાયરસ સ્ટ્રોક, હાયપરગ્લાયકેમિઆ, ડીપ વેઈન થ્રોમ્બોસિસ પલ્મોનરી એમબોલિઝમ (ફેફસામાં બ્લડ ક્લોટ) અને કાર્ડિયેક અરેસ્ટનું કારણ પણ બની રહ્યો છે. ‘દર્દીઓમાં તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો નથી દેખાતા પરંતુ જ્યારે ટેસ્ટ કરીએ ત્યારે કોરોના આવે છે. વાયરસ ફેફસા સિવાય આંતરિક ભાગોને પણ અસર કરી રહ્યો છે’, તેમ તેમણે કહ્યું. ‘હાલના જ એક કેસની વાત કરીએ તો ૬૦ વર્ષીય એક મહિલા ડ્ઢફ્ની સમસ્યા સાથે આવી હતી. પરંતુ તેનું નિદાન કરતાં જાણ થઈ કે તેને કોવિડ ૧૯નો ચેપ લાગ્યો છે’.
‘અમે હાલમાં બે કેસ જાેયા. જેમાં ૫૫ વર્ષના સાણંદના એક દર્દીને અને ૮૦ વર્ષના અમદાવાદના એક દર્દીને હાર્ટએટેક આવતા હોસ્પિટલ લવાયા હતા. તેમનામાં કોરોનાના લક્ષણો નહોતા. અમે જ્યારે તેમનું એન્જીયોપ્લાસ્ટી કર્યું તો તેમની ધમનીઓમાં ક્લોટિંગ જાેવા મળ્યું’, કેમ ઝાયડસ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો.ભાવેશ રોયે કહ્યું.