હાર્ટ એટેક બાદ કપિલ દેવની તબિયત સુધારા પર
નવી દિલ્હી, ભારતને પહેલો વિશ્વકપ જિતાડનાર કપિલ દેવની તબિયત હાલમાં સુધારા પર છે.કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાંથી તેમણે પોતાના હસતા ચહેરા સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
કપિલે સાથે સાથે લખ્યુ હતુ કે, મારી તબિયત સારી છે અને તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છું.બહુ જલ્દી હોસ્પિટલમાંથી બહાર આવીશ, ગોલ્ફ રમવા માટે રાહ જોઈ રહ્યો છું.તમે (ચાહકો) મારો પરિવાર છો.કપિલે પોતાના માટે દુઆ અને પ્રાર્થના કરનારા ચાહકોનો આભાર પણ માન્યો હતો.
61 વર્ષીય કપિલ દેવને ગુરુવારની મધરાતે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યાં તેમની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી.હાલમાં તેમની હાલત સ્થિર છે અને તે ખતરાથી બહાર છે.