Western Times News

Gujarati News

હાર્દિકની પત્ની અને એક્સ બોયફ્રેન્ડની તસવીરો વાયરલ

બન્નેએ નચ બલીએ ૯માં એક્સ કપલના રૂપમાં પાર્ટિસિપેટ કર્યું હતું, પરંતુ બાદમાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયાઈ મોડલ અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે પાછલા વર્ષે લગ્ન કર્યા હતા. પરંતુ આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે હાર્દિક પહેલા નતાશા એક ટીવી એક્ટરની સાથે રિલેશનશિપમાં હતી. બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નતાશા સર્બિયાની મોડલ છે. તેણે મુંબઈમાં ૨૦૧૨માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તેણે ઘણી જાહેરાત સહિત બાદશાહના ગીત ડીજે વાલે બાબૂ’માં કામ કર્યું છે. હાર્દિક પંડ્યા પહેલા નતાશા ટીવી એક્ટર અલી ગોની સાથે રિલેશનમાં હતી. નતાશા અને અલી એક વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં. અલીની સિસ્ટર ઇન લોએ બન્નેની મુલાકાત કરાવી હતી. બન્નેએ નચ બલિએ ૯માં એક્સ કપલના રૂપમાં પાર્ટિસિપેટ કર્યું હતું. પરંતુ બાદમાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. અલીએ તેની સાથે બ્રેકઅપના સમાચારને સ્વીકાર્યા હતા અને કહ્યું હતું કે અમે બન્ને અલગ થઈ ગયા છીએ.

બન્નેનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ અલગ હોવાને કારણે અમારી વચ્ચે થોડો વિચાર ચાલી રહ્યો હતો. હું નતાશા માટે હંમેશા સારાની પ્રાર્થના કરુ છું. નતાશા સ્ટેનકોવિક માતા બની તો તેના એક્સ બોયફ્રેન્ડ ટીવી એક્ટર અલી ગોનીએ એક સુંદર મેસેજ પણ લખ્યો હતો. નતાશાના એક્સ બોયફ્રેન્ડે તેની જૂની તસવીર શેર કરતા લખ્યુ- અરે મમ્મી બની ગઈ, શુભેચ્છા નતાશા અને હાર્દિક પંડ્યા. નતાશાએ પણ અલીની આ પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.