હાર્દિકની સલાહથી કાર્તિકે ૧૬ વર્ષ પછી ફટકારી પ્રથમ અડધી સદી
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમે રાજકોટમાં રમાયેલી ચોથી ટી-૨૦માં દક્ષિણ આફ્રિકા સામે આસાન વિજય મેળવ્યો હતો. જીત સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં ૨-૨થી બરાબરી કરી લીધી છે. કેપ્ટન રિષભ પંતે મેચ પછી કહ્યું કે અમે રણનીતિ પ્રમાણે રમ્યા અને પરિણામ બધાની સામે છે. મેન ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે (૫૫ રન) આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ૧૬ વર્ષ પછી પ્રથમ અડધી સદી ફટકારી છે.
દિનેશ કાર્તિકે ડિસેમ્બર ૨૦૧૬માં ટી-૨૦માં ડેબ્યૂ કર્યું હતું. યુવા કેપ્ટન રિષભ પંતે મેચ પછી કહ્યું કે અમે કાર્યાન્વયન વિશે વાત કરી હતી અને પરિણામ બધાની સામે છે. કાર્તિક અને હાર્દિક પંડ્યા વચ્ચે ભાગીદારી વિશે વાત કરતા પંતે કહ્યું કે સાચે જ ખુશ છું.
બન્નેની બેટિંગથી બોલરો દબાણ અનુભવવા લાગ્યા હતા. મેન ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે કહ્યું કે ઘણું શાનદાર લાગી રહ્યું છે. ગત મેચમાં કેટલીક બાબતો સારી રહી ન હતી જાેકે હવે શાનદાર રીતે પરિસ્થિતિઓનું આકલન કરી રહ્યો છું. આ યોજના અને અનુભવથી આવે છે.
કાર્તિકે કહ્યું કે તેમના બોલરોએ શાનદાર બોલિંગ કરી જેના કારણે અમારા ટોપના બેટ્સમેનો ચાલ્યા ન હતા. જ્યારે હું બેટિંગ કરવા ઉતર્યો તો હાર્દિકે મને કહ્યું કે ક્રિઝ પર ટકજે. યોજના પર કામ કરવું શાનદાર છે. હાર્દિક પંડ્યાએ પણ આ મેચમાં ૩૧ બોલમાં ૩ ફોર અને ૩ સિક્સરની મદદથી ૪૬ રનની ઇનિંગ્સ રમી હતી. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે ૬૫ રનની ભાગીદારી નોંધાઇ હતી.
આ ભાગીદારીના કારણે ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૯ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજે કહ્યું હતું કે બેટિંગ દરમિયાન પાવરપ્લેમાં ભૂલો થઇ હતી. અમે સતત અંતરાળ પછી વિકેટ ગુમાવી હતી. બોલિંગ કરતા સમયે અમે અંતિમ ઓવરોમાં વધારે રન આપી દીધા હતા. રવિવારે મહત્વનો મુકાબલો રહેશે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ૮૨ રને વિજય મેળવ્યો હતો.
T૨૦ ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ ૪૮ રનનો હતો. ભારતની આ પાંચમી સૌથી મોટી જીત છે. હવે બન્ને વચ્ચે ૧૯ જૂને ફાઇનલ અને નિર્ણાયક ટી-૨૦ મેચ રમાશે.SS1MS