હાર્દિકનો રાજીનામાનો પત્ર કમલમમાં લખાયો: ઠાકોર
અમદાવાદ, કોંગ્રેસમાંથી રાજીનામું હવે ક્યાં જવાનું છે તે હજુ પણ હાર્દિક પટેલે સસ્પેન્સ રાખ્યું છે. હાર્દિકે કહ્યું જે પાર્ટી દેશ હિતમાં અને ગુજરાતના લોકો માટે કામ કરશે ત્યાં હું જઈશ પરંતુ ક્યાં જશે તેનો ખુલાસો કર્યો નથી.
કોંગ્રેસમાં કઈ રીતે કામ થાય છે, મિટિંગમાં શું ચર્ચા થાય છે, કેન્દ્રમાંથી નેતા આવે તો શું થતું હોય છે વગેરે મુદ્દા ઉઘાડા પાડી દીધા છે. કોગ્રેસની હાર્દિકે ઈન્દિરા ગાંધીથી હાલની સ્થિતિ સુધીની પોલ ખોલી નાખ્યા પછી કોંગ્રેસે પોતાનો બચાવ કર્યો છે.
જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે એમના ભાજપ સાથે સંપર્ક હતા એની પણ કોંગ્રેસને જાણ હતી, અમને એવું હતું કે અમારી સાથે બેઠા છે એટલે વફાદારીથી રહેશે. જનરલ ડાયરના શબ્દ પ્રયોગ કરનારા જનરલ ડાયરને શરણે નહીં થાય.
કોંગ્રેસ પર હાર્દિક પટેલના ચાબખા બાદ ખુદ જગ્દીશ ઠાકોર પત્રકારો સામે આવ્યા અને તેમણે કહ્યું કે, કોંગ્રેસને હાર્દિક પટેલ ભાજપના સંપર્કમાં હતા અને અમને તેની જાણ હતી. હાર્દિક કોઈ સમાધાન નહીં કરે, એ કોઈ પણ ભોગે કોઈને સરેન્ડર નહીં થાય એવો એક વિશ્વાસ હતો.
કોઈ રસ્તો નીકળે એ માટે અમે કામ કરતા હતા.હાર્દિકના રાજીનામાના પત્રની ભાષા પર પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. આ મામલે જગદીશ ઠાકોરે કહ્યું, એમણે પત્ર લખીને રાજીનામું આપ્યું એ પત્રની આખી ભાષા જુઓ તો તે કમલમાંથી લખાયો હોય તેવી છે.
તેમાં રામ મંદિર હોય, ૩૭૦ની કલમ હોય, રાષ્ટ્રીય અન્ય મુદ્દા હોય, છેક મનમોહનસિંહની સરકાર સુધીની વાત જે કરી છે, તેમણે પોતાની પત્રકાર પરિષદમાં પણ એ જ વાત કરી છે કે હું કાર્યકારી પ્રમુખ હતો મને કોઈ કામ સોંપવામાં નહોતું આવ્યું.
કોંગ્રેસ સામેના કેસના મુદ્દે ઠાકોરે કહ્યું, તેમની સામેના રાજદ્રોહના જે કેસ હતા અને તેઓ કોંગ્રેસમાં રહે તો જેલમાં જાય અને ભાજપમાં જાય અથવા કોંગ્રેસ છોડે તો રાજદ્રોહમાંથી દેશભક્ત અથવા રાષ્ટ્રભક્ત બને એ બે ર્નિણય તેમની પાસે હતા.
તેમણે ર્નિણય લીધો કે મારે દેશદ્રોહી નથી બનવું, મારી પર કેસ છે એમાં મારે સજા નથી થવા દેવી મારે ક્યાંક કોઈના શરણે જઈને રાષ્ટ્રભક્ત બનવું છે. એ દિશાના તેમના ર્નિણયો છે.”
તેમને નરેશ પટેલ અંગે સવાલ કરવામાં આવ્યો તો જણાવ્યું કે, અમારે તેમની સાથે ચા-પાણી કરવાનો કાર્યક્રમ હતો. ૧૦-૧૫ મિનિટ તેમના ત્યાં રોકાયા હતા. તેમણે બધાને ચા-પાણી માટે નિમંત્રિત કર્યા હતા માટે અમે તેમને મળીને આવ્યા. નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસના શિર્ષ નેતૃત્વએ જાહેરમાં અને રૂબરુમાં મળીને તેમને આમંત્રણ આપ્યું છે.
હાર્દિકની સાથે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડશે તેવા સવાલ પર ઠાકોરે કહ્યું, કોઈ જાય એવું લાગતું નથી અને હાર્દિક છેલ્લા એક અઠવાડિયાથી બધાને ફોન કરીને કહે છે કે હું કોંગ્રેસ છોડું છું, તમે મારી સાથે કોંગ્રેસ છોડો, તેમણે ગઈકાલે સત્તાવાર રીતે કોંગ્રેસ છોડી પણ કોઈ અન્ય નેતાએ પાર્ટી છોડ્યાનો પત્ર મારી પાસે નથી આવ્યો.ss2kp