હાર્દિક પંડ્યાએ નતાશાની બેબી બંપ વાળી તસવીર શેર કરી
નવી દિલ્હી: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા હાલના દિવસોમાં પોતાના આવનાર બેબીની રાહમાં છે. બોલિવુડ એભિનેત્રી અને મોડલ નતાશા સ્ટાનકોવિચ સાથે સગાઈની જાહેરાત પછી તેણે ગત મહિને પ્રશંસકોને બતાવ્યું હતું કે તે પિતા બનનાર છે. આ પછી હાર્દિક અને નતાશા પોતાના આવનાર સંતાનની તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન હાર્દિકે એક પ્યારી તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં નતાશા તેના ખોળામાં માથું રાખેલ જાેવા મળે છે.
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર જે તસવીર શેર કરી છે તેમાં નતાશા સિવાય તેમનો કુતરો પણ જાેવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં ફક્ત એક શબ્દ ફેમિલી લખ્યો છે. પીળા ચશ્મા પહેરેલ હાર્દિક એક પપીને વ્હાલ કરતો પણ જાેવા મળે છે. સફેદ રંગના ગાઉનમાં નતાશા હાર્દિકની ખોળામાં માથુ રાખેલ જાેવા મળે છે. આ પુરી રીતે મેટરનિટી શૂટની જેમ જાેવા મળે છે. પ્રશંસકોને આ તસવીર ઘણી પસંદ આવી રહી છે અને તે ઘણી પ્રશંસા કરી રહ્યા છે.
થોડાક દિવસો પહેલા નતાશાએ પોતાના બેબી બંપ સાથે ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે ખુશીયા પોતાના રસ્તા પર છે. નતાશા અને હાર્દિકે ઘણા સમયથી એકબીજાને ડેટ કર્યા પછી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી. તેના બીજા દિવસે એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બંનેએ સગાઈ કરી હતી. હાર્દિકે ફિલ્મી અંદાજમાં નતાશાને દુબઈમાં ક્રુઝ પર લઈને પ્રપોઝ કર્યું હતું.