હાર્દિક પંડ્યા અતરંગી હેરસ્ટાઈલમાં દેખાયો
નવી દિલ્હી: નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા કૂલ પેરેન્ટ્સ છે અને તેમની લેટેસ્ટ તસવીરો આ વાતનો પુરાવો છે. નતાશા સ્ટેનકોવિકે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં વ્હાઈટ વિગ અને કૂલ ગ્લાસિસમાં હાર્દિક પંડ્યા, લેડી લવ નતાશા સાથે પોઝ આપતો જાેવા મળી રહ્યો છે. તો નતાશા પણ વ્હાઈટ કો-ઓર્ડમાં સ્ટાઈલિશ લાગી રહી છે. નતાશાના હાથમાં વાઈનનો ગ્લાસ જાેવા મળી રહ્યો છે. તસવીરો શેર કરીને નતાશાએ લખ્યું છે કે, ડેડી અને મમ્મી કૂલ.
નતાશાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં હાર્દિક પંડ્યાએ હાર્ટ ઈમોજી મૂકી છે. હાલ કોઈ મેચ ન હોવાથી હાર્દિક પંડ્યા પોતાનો પૂરતો સમય દીકરા અગસ્ત્ય અને પત્ની નતાશા સાથે પસાર કરી રહ્યો છે. હાર્દિક અગસ્ત્યની સંભાળ રાખવામાં પણ નતાશાની મદદ કરી રહ્યો છે. અગસ્ત્ય ૧૦ મહિનાનો થવા આવ્યો છે અને ધીમે-ધીમે ઉભા-ઉભા ચાલતા શીખી રહ્યો છે. તે જલ્દીથી પા-પા પગલી ભરતા શીખી જાય તે માટે હાર્દિક અને નતાશા પણ તેની મદદ કરી રહ્યા છે.
હાલમાં જ હાર્દિકે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અગસ્ત્ય તેની આંગળી પકડીને ઝડપથી ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાપ-દીકરાનો આ વીડિયો એટલો ક્યૂટ હતો કે અનુષ્કા શર્મા પણ તેના પર કોમેન્ટ કર્યા વગર રહી શકી નહોતી. આઈપીએલ ૨૦૨૧ માટે પણ હાર્દિક પંડ્યા પત્ની અને દીકરાને સાથે લઈને ગયો હતો. બાયો બબલમાં રહીને મેચ રમાઈ રહી હતી.
જાે કે, ૨-૩ ખેલાડીઓને કોરોના થતાં આઈપીએલ રદ્દ કરવામાં આવી હતી. અને બાકીના ક્રિકેટર્સની જેમ હાર્દિક પંડ્યા પણ પરિવાર સાથે ઘરે પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકની વાત કરીએ તો, કપલે ૨૦૨૦ની શરુઆતમાં તેઓ રિલેશનશિપમાં હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં તેમણે તરત જ દુબઈમાં વેકેશન દરમિયાન સગાઈ કરી લીધી હતી. નતાશાને પ્રપોઝ કરવા માટે હાર્દિક તેને યૉટમાં લઈ ગયો હતો. લોકડાઉન દરમિયાન કપલે લગ્ન કરી લીધા હતા અને થોડા સમય બાદ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. નતાશાએ ૩૦મી જુલાઈએ દીકરાને જન્મ આપ્યો હતો.