હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક પૂલમાં ઉતર્યા
હાર્દિક પંડ્યા હાલ પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરા અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. અગસ્ત્ય ૬ મહિનાનો થઈ ગયો છે ત્યારે ધીમે-ધીમે તે ભાંખોડિયા ભરતા શીખી રહ્યો છે. હવે, આજે હાર્દિક અને નતાશાએ દીકરાને સ્વિમિંગ કરતાં શીખવાડ્યું હતું. બંને અગસ્ત્યને લઈને સ્વિમિંગ પૂલ પહોંચી ગયા હતા.
જ્યાં અગસ્ત્યે છબછબિયાં કરવાની મજા લીધી હતી. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ત્રણેયની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
જેમાં હાર્દિકે વાદળી કલરની શોટ્સ પહેરી છે. જ્યારે નતાશાએ બ્લેક કલરની બિકીની અને ઉપર સફેદ કલરનું લાંબુ શ્રગ પહેર્યું છે. હાર્દિકે જે તસવીરો શેર કરી છે તેમાં અગસ્ત્યના ક્યૂટ એક્સપ્રેશન જાેવા મળી રહ્યા છે. મોટાભાગના નાના બાળકોને નહાવાનું ગમતું નથી હોતું
પરંતુ અગસ્ત્યને પૂલમાં ઉતારતાં જ મજા આવી ગઈ હોવાનું ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાર્દિકે જે વીડિયો મૂક્યો છે તેમાં અગસ્ત્ય સ્ટ્રોલરમાં ઊંઘતો જાેવા મળી રહ્યો છે જ્યારે એક વીડિયોમાં તે પપ્પા સાથે રમી રહ્યો છે.
આ પોસ્ટની સાથે હાર્દિકે લખ્યું છે કે, ટૂ કૂલ ફોર ધ પૂલ ?? મારો દીકરો સ્પષ્ટ રીતે વોટર બેબી છે. હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર નતાશાએ હાર્ટ ઈમોજી કોમેન્ટમાં મૂકી છે. આ સિવાય પંડ્યા પરિવારના આ ત્રણ સભ્યોની તસવીર ફેન્સને પણ પસંદ આવી રહી છે. નતાશા સ્ટેનકોવિકે પણ ઈન્સ્ટાગ્રામ પર અગસ્ત્ય પહેલીવાર પૂલમાં ઉતર્યો તેની ઝલક દેખાડી છે. જેમાંથી, એક તસવીરમાં અગસ્ત્ય ફોટો પડાવવાના મૂડમાં ન હોય તેમ મોં બગાડી રહ્યો છે.
હાર્દિક અને નતાશાની વાત કરીએ તો. હાલમાં જ તેમણે પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. ક્રિકેટરે દુબઈ વેકેશન દરમિયાન ૧જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ યોટમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. આ વિશે તેના પરિવારને પણ જાણ નહોતી. હાર્દિક અને નતાશાએ તેમના રિલેશનશિપ વિશે જાહેર કરીને તેમના ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. જેના થોડા મહિના બાદ તેઓ માતા-પિતા બનવાના હોવાના ગુડ ન્યૂઝ આપીને ફેન્સને બીજી સરપ્રાઈઝ આપી હતી. બંનેએ લોકડાઉન દરમિયાન જ લગ્ન કરી લીધા હતા. જે બાદ નતાશાએ ૩૦મી જુલાઈએ અગસ્ત્યને જન્મ આપ્યો હતો.