હાર્દિક પટેલ દિલ્હીમાંઃ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરશે?
કોર્ટના ચુકાદા બાદ કાયદાકીય પ્રક્રિયા માટે દિલ્હી પહોંચ્યા
અમદાવાદ, હાલ કોંગ્રેસમાં હાર્દિક પટેલની નારાજગી ચર્ચાનું કેન્દ્ર બની છે. હાર્દિકે નારાજગીનો સૂર આલાપતા કોંગ્રેસના નેતાઓ ગિન્નાયા છે. સામસામે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વચ્ચે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીનુ તેડુ આવ્યુ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કાયદાકીય પ્રક્રિયા માટે દિલ્હી પહોંચ્યા છે. નારાજગીના અહેવાલો વચ્ચે હાઈકમાન્ડ સાથે હાર્દિક પટેલ મુલાકાત કરશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્દિક પટેલનો નિવેદનબાજીનો રઘુ શર્મા દ્વારા દિલ્હીમાં રિપોર્ટ મોકલાયો છે. હાર્દિક પટેલની નારાજગી ધીરે ધીરે વધી રહી છે, અને તેના નિવેદનો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે દિલ્હી કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને બુલાવો આવ્યો છે.
હાર્દિક પટેલના જે નિવેદનને લઈને પક્ષને નારાજગી છે અને હાર્દિક પટેલ જે મુદ્દે પક્ષ સાથે નારાજ છે તે મુદ્દો નરેશ પટેલનો કોંગ્રેસમાં જાેડાવાનો છે. નરેશ પટેલ ક્યારે કોંગ્રેસમાં જાેડાય છે તે વિશે હજી કોઈ યોગ્ય માહિતી સામે આવી નથી. પરંતુ આ વચ્ચે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ છે. બંને વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ તે વિશે ચર્ચા શરૂ થઈ છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ હાર્દિકને આપમાં જાેડાવા આમંત્રણ આપી દીધું છે. આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, અમે લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જાેડાવવું જાેઈએ. હાર્દિક સાથે સામાજિક રીતે જાેડાયેલા છીએ, હાર્દિક મારો મિત્ર છે એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સામે નારાજગી બાદ કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓએ હાર્દિક સામે કટાક્ષ કર્યાં છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, ચર્ચાનો કોઈ મતલબ નથી. તો હાર્દિકના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, જાે તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય. કોંગ્રેસ પાર્ટીમાં શિસ્ત ખૂબ જરૂરી છે. જાે શિસ્ત ન હોય તો પાર્ટી ન ચાલી શકે. અનુસાસનમાં તમામ લોકોએ રહેવું ખૂબ જરૂરી છે.