હાર્દિક બોલીંગ નહી કરતાં ટીમ પર પ્રભાવ નહી પડેઃ કપિલ દેવ
નવીદિલ્હી, આ વાતમાં કોઇ બે મત નથી કે હાર્દિક પંડ્યા અત્યારના સમયે સારા ઓલરાઉન્ડરોમાંથી એક છે. પરંતુ તાજેતરમાં જ તેમણે બોલીંગ કરવાનું એકદમ છોડી દીધું છે. તેની પાછળ મોટું કારણ છે ફિટનેસ. એવામાં ટીમ ઇન્ડીયાને હાલના ટી૨૦ વર્લ્ડકપમાં તેનું નુકસાન વેઠવું પડી શકે છે. પરંતુ ટીમ ઇન્ડીયાને વર્લ્ડકપ જીતાડનાર કપિલ દેવએ આ વાત પર એક મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના બોલીંગ ન કરવાથી ભારતીય ટીમના આઇસીસી ટી૨૦ વર્લ્ડકપની સંભાવનાઓ પર કોઇ ફરક નહી પડે. કપિલ દેવે જાેકે કહ્યું કે તેનાથી વિરાટ કોહલી માટે સંયોજન અને વિકલપ પર ફરક પડશે. કપિલ દેવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાર્દિક પંડ્યાએ ઇગ્લેંડ વિરૂદ્ધ સોમવારે થયેલી અભ્યાસ મેચમાં બોલીંગ કરી ન હતી.
કપિલ દેવે સ્પોર્ટ્સકીડાને કહ્યું કે ‘એક ઓલરાઉન્ડર ટીમ માટે અલગ હોય છે. હાર્દિક બોલીંગ નહી કરતાં ટીમ પર પ્રભાવ નહી પડે પરંતુ આ કોહલી માટે વિકલ્પ તરીકે થોડું અલગ હશે. જાે ઓલરાઉન્ડર બંને કામ કરવા માટે ઉપલબ્ધ રહે છે તો કેપ્ટનને બોલીંગની ક્ષમતા રોટેટ કરવાની તક મળે છે. તેમણે કહ્યું કે હાર્દિકના મામલે ભારત પર ફરક નહી પડે કારણ કે તેનાથી તેમની પાસે ટીમમાં પ્રતિભાશાળી ખેલાડી છે. પરંતુ જાે તે બે ઓવર પણ બોલીંગ કરે છે તો તેનાથી લચીલાપણું રહેશે.’HS