હાર્દિક, ભૂવનેશ્વર, યાદવનાં પત્તાં કપાય તેવી શક્યતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Hardik.jpg)
નવી દિલ્હી, ટી૨૦ વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ૮ સપ્ટેમ્બરે થઈ હતી. પરંતુ આઈપીએલ ૨૦૨૧ ના બીજા તબક્કાના મુકાબલામાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને પસંદગીકારોને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
આઈસીસીના નિયમ પ્રમાણે ૧૦ ઓક્ટોબર સુધી બધા દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે. એટલે કે બીસીસીઆઈ પાસે હજુ થોડો સમય છે. ટી૨૦ વિશ્વકપનો પ્રારંભ ૧૭ ઓક્ટોબરથી થવાનો છે. આ આઈપીએલ સીઝનમાં કેટલાક એવા ખેલાડી છે, જેની જગ્યા પર ખતરો છે. આવો એક નજર કરીએ આ ખેલાડીઓ પર.
ટી૨૦ વિશ્વકપ પહેલા હાર્દિક પંડ્યા ન તો ફિટ છે અને ન ફોર્મમાં છે. હાર્દિક પંડ્યાની ખરાબ ફિટનેસ છતાં ભારતીય પસંદગીકારોએ તેને ટી૨૦ વિશ્વકપની ટીમમાં સામેલ કર્યો છે. હાર્દિક પંડ્યા અનફિટ થવાથી શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલનું હાલનું ફોર્મ શાનદાર છે અને તે ટીમ ઈન્ડિયા માટે મહત્વનો ઓલરાઉન્ડર બની શકે છે.
શાર્દુલ ઠાકુરને ટી૨૦ વિશ્વકપ ૨૦૨૧ની ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર્સમાં રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ન રમવા પર શાર્દુલને તક મળી શકે છે.
ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ટી૨૦ વિશ્વકપ પહેલા ખુલી ગઈ છે. આઈપીએલમાં ભુવનેશ્વર કુમારની બોલિંગ જાેઈને લાગ્યું નહીં કે કોઈ બેટ્સમેનને તેની સામે મુશ્કેલી થઈ રહી છે. ભુવનેશ્વર ફોર્મમાં નથી.
ભુવનેશ્વરનું હાલનું પ્રદર્શન જાેતા ટી૨૦ વિશ્વકપની ટીમમાં તેની જગ્યા બનતી નથી. ભુવીની બોલિંગમાં ન ગતિ છે ન તે પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનમાં ડર પેદા કરી શકે છે. તેવામાં પસંદગીકાર મોહમ્મદ સિરાજ અને ટી નટરાજન જેવા બોલરેને તક આપી શકે છે.
આઈપીએલ માં સૂર્યકુમાર યાદવનું ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ ખરાબ પ્રદર્શન જાેયા બાદ ફેન્સ પણ નિરાશ છે. ભારતીય ફેન્સના મનમાં સતત ઘણા સવાલ ઉઠી રહ્યાં છે. તેવામાં સૂર્યકુમારને વિશ્વકપની ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠી રહી છે. આઈપીએલ ૨૦૨૧નો બીજાે તબક્કો વિશ્વકપ ૨૦૨૧ની તૈયારીના ભાગરૂપે જાેવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી ભારત તરફથી ટી૨૦ વિશ્વકપમાં પસંદ કરાયેલા કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન બીજા તબક્કામાં ખરાબ રહ્યુ છે. બીજીતરફ શ્રેયસ અય્યર સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તેને જાેતા બીસીસીઆઈ વિશ્વકપ પહેલા સૂર્યકુમાર યાદવને બહાર કરી શ્રેયસ અય્યરને તક આપી શકે છે.SSS