Western Times News

Gujarati News

હાર્દિક વનડેમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો

સિડની, ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં ૭૬ બોલમાં ૯૦ રના બનાવ્યા આ દરમિયાન પંડયાએ એક ખાસ સિધ્ધિ પોતાના નામે કરી. પંડયાએ વનડે ક્રિકેટમાં એક હજાર રન પુરા કર્યા છે આ સાથે તે વનડે ક્રિકેટમાં બોલ રમવાના મામલે સૌથી ઝડપી ૧ હજાર રન પુરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે જયારે વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧ હજાર રન કરવાના મામલે પાંચમો ક્રિકેટર બન્યો છે પંડયાએ ૮૫૭ બોલમાં ૧ હજાર રન પુરા કરવાની સિધ્ધિ મેળવી છે. તેણે જાેશ બટલરને પાછળ રાખ્યો છે. બટલરે ૮૬૦ બોલમાં વનડે ક્રિકેટમાં એક હજાર રન પુરા કર્યા હતાં. આંદ્રે રસેલ વનડેમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર ખેલાડી છે તેણે ૭૬૭ બોલમાં આ સિધ્ધિ હાંસલ કરી છે. તેણે ૭૬૭ બોલમાં આ સિધ્ધિ મેળવી છે.

પંડયાએ સિડની વનડેમાં ૩૧ બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી પંડયાએ ૩૦થી વધારે એવરેજથી અને ૧૧૫થી વધારે સ્ટ્રાઇકથી એક હજાર રન બનાવ્યા છે પંડયાએ સિડનીમાં શિખર ધવનની સાથે મળી શતકીય ભાગીદારી નોંધાવી હતી. જાે કે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો છે અને ત્રણ વનડે મેચોની શ્રેણાં ઓસ્ટ્રેલિયા ૧-૦થી આગળ નિકળ્યુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.