હાર બાદ મેદાનમાં કોહલી, ડિવિલિયર્સ રડી પડયાં
શારજહા, કોહલીનું સપનું હારની સાથે જ તૂટી ગયું હતું. કેપ્ટન તરીકે કોહલીની આ છેલ્લી મૅચ હતી. મેદાન બહાર કોહલી ધ્રુસકે ને ધ્રુસકે રડતો નજરે આવ્યો હતો અને તેની સાથે ડીવિલિયર્સ પણ રડતો નજર આવ્યો હતો. કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે સમયે હું ૪ દિવસની મૅચ રમી રહ્યો હતો જ્યારે મારા પિતાનું નિધન થયું હતું.
મારે બીજા દિવસે બેટિંગ કરવાની હતી અને સવારે ૨.૩૦ વાગે તેમનું નિધન થયું હતું પરંતુ મારી આંખોમાંથી આંસુ નહોતા આવી રહ્યાં. મને ખબર નહોતી પડી રહી કે શું થઇ રહ્યું છે હું સુન્ન થઇ ગયો હતો.
જ્યારે આરસીબીએ પ્રથમ બેટિંગ કરી કેકેઆરની સામે માત્ર ૧૩૯ નો લક્ષ્યાંક રાખ્યો હતો, ત્યારે મોટા પ્રમાણમાં એવું લાગ્યું હતું કે બીજા ક્વોલિફાયર સુધી પહોંચવું વિરાટ એન્ડ કંપની માટે ખૂબ જ મુશ્કેલ હશે. અને જ્યારે શુભમન ગિલે વેંકટેશ અય્યર સાથે મળીને ઝડપી ૪૧ રન બનાવ્યા ત્યારે બાકીના બેટ્સમેનોનું કામ સરળ બની ગયું.
જાેકે રાહુલ ત્રિપાઠી (૬) સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ નીતીશ રાણા (૨૩) અને પછી સુનીલ નારાયણ (૨૬) ની ઝડપી બેટિંગ જેમણે બોલિંગને તોડી નાખી હતી તે કેકેઆરની મંઝિલને સુનિશ્ચિત કરતી હતી. કોલકત્તાએ છેલ્લી ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો છે.
કોહલી મેચ બાદ ધ્રુસકેને ધ્રુસકે રડતો જાેવા મળ્યો હતો આ સાથે જ જિવિલિયર્સની આંખો પણ છલકાઇ આવી હતી.આ દ્શ્ય જાેઇ રહેલા હજારો ટીવી અને સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં પણ સન્નાટો છવાઇ ગયો હતો.HS