હાલમાં લગ્ન કરવાની કોઇ યોજના નથી : અર્જુન કપુર
મુંબઇ, બોલિવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેરની ચર્ચાઓ તો ચાલતી જ રહે છે, પરંતુ તેમના લગ્નને લઈને ફેન્સ ઘણાં જ એક્સાઈટેડ છે. હાલમાં જ પાનીપત એક્ટર અર્જુન પૂરે મલાઈકા સાથે તેના લગ્નને લઈને એવી વાત જણાવી કે ફેન્સનું એક્સાઈટેન્ટ ઓછું થઈ ગયું. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અર્જુને લગ્ન અંગે કહ્યું કે, હમણાં તેનો લગ્ન કરવાનો કોઈ જ પ્લાન નથી. તેણે કહ્યું કે, તે જ્યારે પણ લગ્ન કરશે મીડિયાને ચોક્કસપણે જણાવશે. તે મીડિયાથી તેના લગ્ન નહીં છુપાવે કારણ કે તેમાં છુપાવવા જેવી કોઈ વાત નથી. જોકે, હાલ તેનો લગ્ન કરવાનો કોઈ જ પ્લાન નથી.
અર્જુને લોકોની વચ્ચે તેની પર્સનલ લાઈફ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તેની પર્સનલ લાઈફ હવે એટલી પર્સનલ નથી રહી અને લાઈફમાં આ સિચુએશનની સાથે એડજસ્ટ કરવામાં થોડો સમય લાગ્યો. તેણે કહ્યું, આ એ કિંમત છે જે તમારે સ્ટારડમ માટે ચૂકવવી પડે છે. જો કોઈ તેમાં એડજસ્ટ ન કરી શકે તો તે ખોટા પ્રોફેશનમાં છે. હું કોઈને પણ મારી પર્સનલ લાઈફ અંગે લખતા રોકી ન શકું, કારણ કે અહીં એવા પણ ચાહકો છે જેમને ઘણું બધું જાણવાની ઉત્સુકતા હોય છે. જ્યાં સુધી તેઓ આ અંગે રિસ્પેક્ટથી વાત કરશે ત્યાં સુધી મને આ બધાંથી કોઈ વાંધો નથી.
વર્ક ફ્રન્ટ પર અર્જુન કપૂર ટૂંક સમયમાં આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન, સંજય દત્ત, મોહનીસ બહલ, પદ્મિની કોલ્હાપુરી મહત્વની ભૂમિકામાં છે. તેમાં અર્જુને સદાશિવ રાવ ભાઉની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ ફિલ્મના એક ગીત ‘મન મેં શિવ’ના લોન્ચિંગ ઈવેન્ટમાં અર્જુન રોયલ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે ફિલ્મની ટીમ સાથે રથ પર સવાર થઈને આ ગીતનું પ્રમોશન કર્યું હતું.