હાલોલમાં મારવાડી સમાજ દ્વારા શ્રી રામદેવજી ભગવાનના ૧૦મા પાટોત્સવની ઉજવણી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ નગર ખાતે શ્રી વિષ્ણુ અવતારી સિદ્ધ રામદેવજી ભગવાનનો ૧૦ મો પાટોત્સવ રામદેવ યુવક મંડળ અને સમસ્ત મારવાડી સમાજ દ્વારા મારવાડી સમાજના પીર શ્રી બાલકદાસજી રઘુનાથપીર ધૂણી આશ્રમ ઢાલોપની પાવન ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહીત નગર ખાતે ભવ્ય શોભાયાત્રા યોજી સવંત ૨૦૭૮ ના ફાગણ વદ મંગળવારના રોજ ઉજવાયો હતો .
જેમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત સમસ્ત મારવાડી સમાજના અગ્રણીઓ, મહિલા પુરુષો મોટી સંખ્યામાં જાેડાયા હતા . જે શોભાયાત્રા રામદેવજી મંદિર ખાતેથી નિકળી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી .
જેમાં શ્રી રામદેવજી ભગવાનના ગુણગાન ભજનો સાથે સ્તુતિગાન સાથે શ્રી રામદેવજી ભગવાનના ભારે જયઘોષ સાથે યોજાયેલી શોભાયાત્રાથી સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું જેમાં શોભાયાત્રા બાદ શ્રી રામદેવજી મંદિર સ્ટેશન રોડ ખાતે સમસ્ત રામદેવજી ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું
જેમાં મોટી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભકતોએ મહાપ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી . પાટોત્સવના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રામદેવ યુવક મંડળ અને સમસ્ત મારવાડી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.