હાલોલમા ચોરીની બાઇકો સાથે એક આરોપી ઝડપાયો
પંચમહાલ જીલ્લા ના હાલોલ ટાઉન પોલીસે બાતમીના આધારે ચોરી કરેલા બાઈક સાથે એક બાઇક ચોર ઝડપી પાડતા પોલીસે તેની ભાષામાં પૂછપરછ કરતા ચોરીના આરોપીએ અન્ય બે આરોપીઓ સાથે ત્રણ બાઇકની ચોરી કબૂલાત કરતા પોલીસે ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ પોલીસ પેટ્રોલીગ માં હતી. દરમ્યાન પાકી બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીની બાઇક સાથે હાલોલ કાળી ભોંય ત્રણ રસ્તાથી પસાર થઈ રહ્યો છે. જે બાતમીના આધારે બાતમી વાળી બાઇક સાથે પસાર થઈ રહેલા ઈસમ ને રોકવાનો પ્રયાસ કરતા તે બાઇક લઇ ભાગી છૂટ્યો હતો.
પોલીસે તેનો પીછો કરી ઝડપી પડતા ચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રામસિંગ વિરસિંગ ભિલાલા રહે.નાની બડોઈ હોળી ફળીયા, તા.કાઠીવડ,જી.અલીરાજપુર ( એમ.પી.) બતાવ્યું હતું. તેની પાસે બાઇકના કાગળ માંગતા ચાલકે બાઇક ચોરી કર્યાનું કબૂલાત પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેને અન્ય બે આરોપી સંદીપ ગોહાયડા રહે.
કડડપા, તા. છોટાઉદેપુર, તથા ભુરસિંગ સાથે હાલોલ ની અલગ અલગ સોસાયટી માંથી પાર્ક કરેલ બાઇકની ચોરી કર્યાનું કબુલતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધી રામસિંગ ભિલાલા ની અટકાયત કરી ત્રણ બાઇક નો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી..
તસ્વીર: મનોજ મારવાડી,ગોધરા