હાલોલ રૂરલ પોલીસે વાસેતી ગામેથી દારૂ સાથે ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ ગોધરા રેંજના અધિક પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધર તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. લીના પાટિલે અત્રેના જીલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારું આપેલ સુચના આધારે ના.પો.અધિ. સાહેબ શ્રી એચ.એ. રાઠોડ સા. હાલોલ વિભાગ હાલોલનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. શ્રી એમ.ઝેડ પટેલ સાહેબનાઓએ ખાનગી રાહે બાતમીદાર દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે મોજે વાસેતી ગામે ઉજેતી રોડ પર આવેલ આર.એસ. એન્ટર પ્રાઈઝ કંપનીના કંપાઉન્ડમાં આવેલ ખુલ્લા રૂમોમાં આ કામના આરોપીઓ ૧. સ્વામીદાસ ભુપેન્દ્રભાઈ પટેલ રહે. રણછોડનગર હાલોલ તા.હાલોલ તથા ર. જતીન હરિશ્ચંદ્ર દરજી રહે મંગલમૂર્તિ ડુપ્લેક્ષ ગોધરા રોડ હાલોલ તા.હાલોલ તથા ૩. રાજુભાઈ નામનો એક ઈસમ રહે. વડોદરા નાઓએ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારું મંગાવી ને મુકી રાખેલ છે તેવી ચોકકસ બાતમી આધારે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એમ.ઝેડ. પટેલ સાહેબ તથા પો.સ.ઈ. શ્રી આર.જે. ગઢવી તેમજ પો.સ.ઈ.શ્રી એ.બી. દેવધા તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે સદર બાતમી વાળી જગ્યાએ જઈ રેઈડ કરી ભારતીય બનાવટના ઈગ્લીશ દારૂની ૭પ૦ મી.લી.ની કાચની પાર્ટી સ્પેશિયલ વ્હીસ્કીની સફેદ કલરની પૂઠાની પેટીઓ નંગ – ૧પ૧ જે એક પેટીમાં ૧ર નંગ લેખે કુલ નંગ ૧૮૧ર જેની કીમત રૂ.૭,ર૪,૮૦૦/- તથા ૧૮૦ મિલી ના કાચ ના કેઝી રોમિયો કવાટરિયાની સફેદ કલરની પૂઠાની પેટીઓ નંગ-૧૧૪ જે એક પેટીમાં ૪૮ નંગ લેખે કુલ બોટલ નંગ પ૪૭ર જેની કિ. રૂ.પ,૪૭,ર૦૦/- તથા એક અલ્ટો ફોર વ્હીલ જેની કિ. ૧,પ૦,૦૦૦/- તથા હીરો હોન્ડા પેશન પ્રો. મો.સાયકલ જેની કિ. રૂ.૧૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦ર જેની કિ. રૂ.૧૦૦૦/- ની મળી કુલ કિ. રૂ.૧૪,૩૩,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ ગે.કા.નો તથા સ્થળ ઉપરથી ત્રણ ઈસમો ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અન્ય આરોપીઓને પકડવા સારુ તજવીજ હાથ ધરેલ છે.*