હાલ પોતાના ઘરમાં રહેવા પ્રિયંકા ચોપડા દ્વારા સુચના
મુંબઇ, હોલિવુડથી લઇને બોલિવુડ સુધીના તમામ કલાકારો હાલમાં કોરોના વાયરસથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે જરૂરી સુચન પણ પોતાના ફેન્સને કરી રહ્યા છે. હવે હોલિવુડ અને બોલિવુડમાં પોતાની લોકપ્રિયતા ધરાવનાર પ્રિયંકા ચોપડાએ પણ તમામ ચાહકોને અપીલ કરતા કહ્યુ છે કે હાલમાં પોતાના ઘરમાં રહેવાની બાબત વધારે સુરક્ષિત છે. દરમિયાન સોશિયલ મિડિયા પર પોતાના કેટલાક ફોટો પ્રિયંકા ચોપડાએ શેયર કરીને માહિતી આપી છે. જેમાં તે ઘરમાં જાવા મળી રહી છે. તે ફોટોમાં પોતાના પેટની સાથે દેખાઇ રહી છે. તેનુ કહેવુ છે કે કોરોના વાયરસથી બચવા માટે ઘરમાં રહેવાથી ફાયદો થાય છે.
પ્રિયંકા ચોપડા દ્વારા કરવામાં આવેલા વિડિયો પોસ્ટ થઇ રહ્યા છે. જેના પર લાખો લાઇક્સની સાથે સાથે અનેક પ્રકારના કમેન્ટસ પણ આવી રહ્યા છે. ચાહકો તેમને હાર્ટ વાળા ઇમોજી પણ મોકલી રહ્યા છે. તમામ લોકો જાણે છે કે પ્રિયંકા સામાન્ય રીતે ન્યુયોર્કમાં રહે છે. તેના લગ્ન થઇ ચુક્યા છે. તે પોતાના પતિ જાનાસનમી સાથે હાલમાં રહે છે. કોરોના વાયરસનો આતંક અમેરિકામાં પણ જારી રહ્યો છે. અમેરિકામાં પણ કોરોના વાયરસના હજારો કેસ સપાટી પર આવી ચુક્યા છે. સાથે સાથે મોતનો આંકડો ૬૦થી ઉપર પહોંચી ચુક્યો છે. પ્રિયંકા ચોપડા લગ્ન કર્યા બાદ હિન્દી ફિલ્મોમાં નહીવત દેખાઇ રહી છે. જો કે તે હોલિવુડ ફિલ્મોમાં કામ કરવા માટે ખુબ આશાવાદી બનેલી છે. મોટા ભાગના ફિલ્મ કલાકારો હાલમાં જુદી જુદી રીતે ફિલ્મના શુટિંગથી દુર થઇ ગયા છે. કેટલાક કલાકારો બહાર છે. જે પરત ફરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે દુનિયાના ૧૫૭ દેશો તેના સકંજામાં આવી ચુક્યા છે. છ હજારના મોત થયા છે.