હાલ સરકારી બેન્કોના મર્જરની સરકારની કોઈ યોજના નથી
નવીદિલ્હી: નાણા રાજ્યમંત્રીએ આજે સંસદમાં કહ્યું છે કે હાલ સરકારી બેન્કોના મર્જરની સરકારીની કોઈ યોજના નથી. તેને લઈને કોઈ પણ પ્રકારનો કોઈ પ્રસ્તાવ પણ નથી આપવામાં આવ્યો. બે બેન્કોના ખાનગીકરણ કરવામાં આવશે તેની ધોષણા પહેલા જ બજેટ ૨૦૨૧માં જ કરવામાં આવી ચુકી છે.
તે ઉપરાંત નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે હાલ ખેડૂત લોનને માફ કરવાને લઈને પણ કોઈ પ્રકારની યોજના નથી. ખેડૂતો લોનમાં તે લોન પણ શામેલ છે જે એસસી એસટી ખેડૂતોને આપવામાં આવી હતી.
૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી ર્નિમલા સીતારમણે બે બેન્કો અને સરકારી વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી. સરકારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨ માટે ૧.૭૫ લાખ કરોડના વિનિવેશ અને ખાનગીકરણનું લક્ષ્ય નક્કી કર્યું છે.
નીતિ આયોગને ખાનગીકરણ માટે પસંદગીની જવાબદારી સોંપવામાં આવી છે. હાલની માહિતી મુજબ, ખાનગીકરણ માટે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. જાેકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.