હિંગળાજ મંદિરે માતાના ભક્તોએ જયજયકાર કર્યો

નવી દિલ્હી, હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ વર્ષમાં બે વાર આવે છે. એક નવરાત્રીને ચૈત્ર નવરાત્રિ અને બીજીને શારદિયા નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ હિન્દુ વર્ષની શરૂઆત દર્શાવે છે. શારદીય નવરાત્રિ ધર્મ પર સત્ય અને અનિષ્ટ પર અસત્યની જીતનું પ્રતીક છે. આ વર્ષે ૭ ઓક્ટોબરથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે.
આ પ્રસંગે દેશના ખૂણે ખૂણે નવરાત્રિના અલગ અલગ રંગો જાેવા મળી રહ્યા છે. નવરાત્રીના આ સમગ્ર નવ દિવસ માતાજીના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતાના ભક્તો અત્યારે માતા દુર્ગાની ભક્તિના રંગમાં ડૂબી ગયા છે. મા ભગવતી માટે ભવ્ય પંડાલને શણગારવામાં આવ્યું છે અને દુર્ગાની અનોખી મૂર્તિઓ પણ જાેવા મળી રહી છે. અંબે મા ના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
ભારત સિવાયના દેશોમાં પણ નવરાત્રિનું રંગેચંગે આયોજન થાય છે. હિન્દુ દેશ તેમજ કેટલાક મુસ્લિમ રાષ્ટ્રોમાં માતાની આરાધના કરવામાં આવે છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં લાસ્બેલા-મકરાન દરિયાકાંઠાના માર્ગ પર હિંગળાજ માતાનું મંદિર છે. જ્યાં ભક્તો માતાજીની આરાધના માટે ગરબે રમતા હોવાની તસવીરો સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં અહીં જ નવરાત્રિના તહેવારમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. કોરોનાના કારણે બે વર્ષથી નવરાત્રિ ખૂબ જ સાદગીથી ઉજવવામાં આવી છે. પરંતુ આ વખતે વિદેશીઓને પણ અહીં આવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ભારત, બાંગ્લાદેશ, સિંગાપોર, બેંગકોક, થાઇલેન્ડ અને અન્ય ઘણા દેશોના શ્રદ્ધાળુઓનો કાફલા અહીં આવી રહ્યા છે.
આ મંદિર પ્રાકૃતિક ગુફામાં આવેલું છે. મંદિરની આસપાસ ગણેશ દેવ, માતા કાલી, ગુરુગોરખ નાથ દૂની, બ્રહ્મ કુધ, તિર કુંડ, ગુરુ નાનક ખારાવ, રામઝરોખા બેઠક, ચોરસી પર્વત પર અનિલ કુંડ, ચંદ્ર ગોપ, ખારીવર અને અઘોર પૂજા જેવા અન્ય ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે.
કહેવાય છે કે, હવન કુંડમાં સતિનો દાહ થયા બાદ ભગવાન શિવના તાંડવથી વિશ્વને બચાવવા માટે વિષ્ણુએ સતિના પાર્થિવ દેહને સુદર્શન ચક્રથી અનેક ભાગોમાં વિભાજિત કર્યો હતો. આ ભાગ જ્યાં પડ્યા તે સ્થળોને શક્તિપીઠ કહેવામાં આવ્યા હતા. દેવીનું માથું હિંગળાજ ટેકરી પર પડ્યું હતું.SSS