હિંદી ફિલ્મોના નિર્માતા ડરી રહ્યા છે

પનીર પર GSTના કારણે ફિલ્મો ફ્લોપ થઈ રહી છે: અનુરાગ
ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે હિંદી ફિલ્મો ન ચાલવા માટે આડકતરી રીતે મોદી સરકારને જણાવી જવાબદાર
મુંબઈ,બોલિવુડના ચર્ચિત ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે જાણીતો છે. તે લગભગ દરેક મુદ્દા પર પોતાનો પક્ષ રજૂ કરે છે અને ખુલીને બોલે છે. ક્યારેક એવું પણ બને છે કે, અનુરાગની વાતો લોકોને કડવી લાગે, પરંતુ હજારો ફેન્સ એવા પણ છે, જે તેને સાંભળવાનું અને તેની ફિલ્મો જાેવાનું પસંદ કરે છે. હાલમાં તે પોતાની ફિલ્મ ‘દોબારા’ને કારણે ચચાર્ાં છે અને ફિલ્મ માટે તે ઘણા ઈન્ટરવ્યુઝ પણ કરી રહ્યો છે.
પોતાના તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અનુરાગે હિંદી ફિલ્મો ન ચાલવા માટે કટાક્ષમાં ઘણી અલગ વાત કરી દીધી. અનુરાગે હાલના દિવસોમાં બોલિવુડની ખરાબ સ્થિતિ અને સાઉથની ફિલ્મો સાથે થઈ રહેલા કોમ્પિટિશન અંગે વાત કરી. અનુરાગનું માનવું છે કે, સ્થિતિ એટલી ગંભીર નથી, જેટલી માનવામાં આવી રહી છે અને ફિલ્મ મેકર્સ માત્ર મીડિયામાં બનાવાયેલી કહાનીથી ડરે છે. તેણે કહ્યું કે, ‘મને નથી લાગતું કે, હિંદી ફિલ્મોમાં ઘણું બધું ખોટું થઈ રહ્યું છે કે ઓછું થઈ રહ્યું હોય. માત્ર કહાની જે બનાવાઈ રહી છે, ફિલ્મ નિર્માતા ડરી રહ્યા છે, કેમકે તેમને ડરાવાઈ રહ્યા છે.
કેટલાક તેને ખરીદી લે છે, કેટલાક નહીં. અમે દરેક પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છીએ અને ‘મોટી બ્લોકબસ્ટર’ ફિલ્મો અંગે ધારણા બનાવાઈ રહી છે, જે હિંદી ફિલ્મોમાંથી નથી આવી. અનુરાગે હિંદી અને સાઉથની ફિલ્મો અંગે કહ્યું કે, તમને કઈ રીતે ખબર કે સાઉથની ફિલ્મો ચાલી રહી છે. તેલુગુમાં એક જ ચાલી, તમિલ અને કન્નડમાં પણ એક જ ચાલી. તમને કઈ રીતે ખબર કે ત્યાંની દરેક ફિલ્મો ચાલી રહી છે.
તમને જાણ નહીં હોય કે ગત સપ્તાહે ત્યાં કઈ ફિલ્મ રિલીઝ થઈ. કેમકે તે ત્યાં પણ નથી ચાલી રહી. તેણે વધુમાં કહ્યું કે, ‘મને પ્રોબ્લેમ એ છે કે, લોકોની પાસે ખર્ચ કરવા માટે રૂપિયા નથી. પનીર પર તો જીએસટી લાગેલો છે. ખાવાની વસ્તુઓ પર તમે જીએસટી લગાવી રહ્યા છો. તેનાથી ડિસ્ટ્રેક્ટ કરવા માટે આ બાયકોટની ગેમ હોય છે. લોકો ફિલ્મ જાેવા ત્યારે જાય છે, જ્યારે તેમને શ્યોરિટી છે કે તે ફિલ્મ સારી છે કે પછી તે વર્ષોથી રાહ જાેઈ રહ્યા છે.
ફિલ્મોથી દેશની ઈકોનોમીને જાેડતા તેણે કહ્યું કે, ‘દેશમાં આટલો મોટો ઈકોનોમિક સ્લમ ચાલી રહ્યો છે. તેના પર લોકોનું ધ્યાન નથી જઈ રહ્યું. બોલિવુડ અને ફિલ્મોમાં લોકોને ગૂંચવી રાખી બધી ખરી સમસ્યાને હટાવી દેવાય છે. બોલિવુડ કે ક્રિકેટ અંગે વાત કરતા રહો, આપણા દેશમાં લોકોને ખબર જ નહીં પડે કે દેશમાં સમસ્યા શું ચાલી રહી છે. દેશ આઝાદ થયાને ૭૫ વર્ષ થઈ ગયા, પરંતુ બોલિવુડ આજે પણ સ્વતંત્ર નથી.’ss1