હિંદુજા ફાઉન્ડેશનનાં પ્રેસિડન્ટ તરીકે પૉલ અબ્રાહમની નિમણૂક
મુંબઈ, પૉલ અબ્રાહમની હિંદુજા ફાઉન્ડેશનની પ્રેસિડન્ટ તરીકે નિમણૂક થઈ છે. પૉલ ઇન્ડસઇન્ડ બેંકમાંથી હિંદુજા ફાઉન્ડેશનમાં જોડાઈ છે, જેમાં તેઓ 11 વર્ષથી વધારે સમયથી ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરીકે કાર્યરત હતા. ફાઉન્ડેશનનાં પ્રેસિડન્ટ તરીકે પૉલ હિંદુજા ગ્રૂપની સમાજોપયોગી કામગીરીને આગળ વધારશે.
હિંદુજા ફાઉન્ડેશનમાં પોતાની નવી ભૂમિકા પર ટિપ્પણી કરતાં પૉલે કહ્યું હતું કે, “મને હિંદુજા ફાઉન્ડેશનમાં સામેલ થવાની ખુશી છે અને ટીમ સાથે કામ કરવા આતુર છું. સમાજોપયોગી સેવા ગ્રૂપનું હાર્દ છે તથા અમારા સ્થાપકનાં લક્ષ્યાંક અને વિઝનને સુસંગત છે. આ મારાં માટે મોટી તક છે. મને ખાતરી છે કે, અમે આગળ જતાં સંયુક્તપણે ઘણી નવી ઊંચાઈઓ સર કરીશું.”
પૉલ બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં કામગીરીનો 37 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જાન્યુઆરી, 1993માં એબીએન એમરો બેંક એન. વી.માં સામેલ થયા હતા તથા ભારત અને વિદેશોમાં વિવિધ હોદ્દા પર બેંક સાથે સંકળાયેલા હતા. વર્ષ 2008માં ઇન્ડસઇન્ડ બેંકમાં સામેલ થયા અગાઉ તેઓ એબીએન એમરો સેન્ટ્રલ એન્ટરપ્રાઇઝીસ સર્વિસીસ (એસીઇએસ)માં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમણે વર્ષ 1982માં એએનઝેડ ગ્રાઇન્ડલેઝ બેંક (હવે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક) સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. પૉલ ફિનટેક અને એફએમસીજી ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ સ્પેસમાં વિવિધ કંપનીઓને માર્ગદર્શન પણ આપે છે.
પૉલે બેંકર તરીકે કારકિર્દી શરૂ કરી હોવા છતાં સમાજોપયોગી કાર્યો કરવા હંમેશા આતુર રહ્યાં છે. નાણાકીય કુશળતા, ઇકોલોજી અને ઇતિહાસનો શોખ તથા સંવેદનશીલ હૃદયના દુર્લભ સમન્વય સાથે તેઓ વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવે છે. તેઓ વિઝ્યુઅલ આર્ટ અને ભારતીય સાંસ્કૃતિક વારસાનાં ચાહક છે. તેઓ સિક્કાશાસ્ત્રી પણ છે. તેઓ સક્રિય વાઇલ્ડ લાઇફર છે અને વર્ષોથી ભારતનાં પર્યાવરણીય વારસાનું જતન કરવાની કામગીરીમાં સંકળાયેલા છે. તેઓ શિક્ષણ, પર્યાવરણનાં સંરક્ષણ અને કળામાં ઘણી કામગીરીઓને ટેકો આપે છે. y.