Western Times News

Gujarati News

હિંદુજા બંધુઓએ લંડનમાં દિવાળીની ઉજવણી કરી

લંડન, હિંદુજાની વાર્ષિક દિવાળીની ઉજવણીમાં 450 મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં હિંદુજા ગ્રૂપનાં ટોચનાં અધિકારીઓ, ટોચનાં બિઝનેસ આગેવાનો, નામાંકિત પત્રકારો તથા ત્રીસ દેશોનાં રાજદૂતો અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. હિંદુજા ગ્રૂપનાં કો-ચેરમેન ગોપીચંદ પી હિંદુજાએ આપણાં રાજકીય નેતાઓએ પ્રકાશનાં પર્વ દિવાળીનું મહત્ત્વ સમજવા પાછળનાં કારણો, ભગવાન રામ અને અનિષ્ટ પર ઇષ્ટનો વિજય વિશે વાત કરી હતી તથા વર્તમાન સમયમાં શાંતિ અને સમજણ માટે તેમનાં સંદેશ કેવી રીતે પ્રસ્તુત છે એ જણાવ્યું હતું.

Mr. GP, Mr. Prakash, Mr Ashok & Mrs Harsha Ashok Hinduja

હાઉસ ઓફ કોમન્સમાં સાધારણ ચૂંટણી માટે હર મેજેસ્ટી (એચએમ)ની સરકારનાં ઠરાવને બહુમતી ન મળ્યા પછી પાર્ટીમાં તરત તમામ પક્ષોના રાજકારણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં કેબિનેટમાં પૂર્વ મંત્રીઓ ફિલિપ હેમ્મોન્ડ અને જેરેમી હંટ, વેપારવાણિજ્ય માટેનાં રાજ્ય કક્ષાનાં મંત્રી નાદિમ ઝાહાવી તેમજ તાજેતરમાં લિબરલ ડેમોક્રેટનાં લીડર સર વિન્સ કેબલ ઉપસ્થિત હતાં. ઉપરાંત લંડનનાં લૉર્ડ મેયર પીટર એસ્લિન અને મેટ્રોપોલિટન પોલીસનાં હાઈ ફ્લાઇંગ ભારતીય મૂળનાં આસિસ્ટન્ટ કમિશનર નીલ બાસુ પણ ઉપસ્થિત હતાં.

હર મેજેસ્ટી (એચએમ)ની સરકાર અને પ્રધાનમંત્રી બોરિસ જોહન્સનનાં પ્રતિનિધિ તરીકે વિદેશ અને કોમનવેલ્થ ઓફિસનાં મંત્રી તથા વિમ્બ્લડનનાં લૉર્ડ તારિક અહમદે મહાત્મા ગાંધીને યાદ કર્યા હતાં, જેમણે તેઓ પોતાનાં એક અંગત નાયક માને છે એવું જણાવ્યું હતું. અહમદે કહ્યું હતું કે, “ઈશ્વર! તમારાં હૃદયને પ્રકાશિત કરે, તમારાં હૃદયમાં પ્રેમનો દીપ પ્રકટાવે. અને માનવતાની સેવામાં એ પ્રકાશ અને પ્રેમ શક્તિશાળી છે.”

The Mayor of London Mr. Sadiq Khan with Mr. G.P. Hinduja and Mr. Prakash Hinduja

લંડનનાં મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, લંડનમાં અડધો મિલિયન હિંદુઓ વસે છે, જે બાકીનાં બ્રિટનની કુલ વસતિ કરતાં વધારે છે અને અન્ય યુરોપિયન દેશોમાં વસતાં હિંદુઓની સંખ્યા કરતાં વધારે છે. હિંદુજા પરિવાર વતી અતિથિઓને આવકારતાં અને વ્યવસાયને આગળ વધારવા માટેનું સંચાલક બળ ગોપીચંદે કહ્યું હતું કેઃ “મારાં પિતા હંમેશા માને છે કે, જીવનમાં નાણાં કશું નથી. મિત્રો અને સંબંધો જ મનુષ્યની સાચી સંપત્તિ છે.”

પેઢીઓથી બિનનિવાસી ભારતીયો હોવા છતાં હિંદુજાએ “માતૃભૂમિ” ભારત અને જ્યાં તેઓ રહે છે એ દેશ બ્રિટન વચ્ચે સક્રિયપણે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપ્યું છે અને બંને દેશો વચ્ચે સારી સમજણ ઊભી કરી છે. તેઓ વેદિક મત “સમર્પણ સાથે સેવા” અને “સામૂહિક હિતનાં સક્રિય પ્રોત્સાહનની સાથે વ્યક્તિનાં સ્વહિતને પૂર્ણ કરવામાં” માને છે.

વર્ષ 1979માં ઇરાનમાં શાહનું પતન થયા પછી હિંદુજાએ લંડનમાં એમની કામગીરી ખસેડી હતી અને એ વર્ષથી વાર્ષિક દિવાળીની ઉજવણી શરૂ કરી હતી. એ જ વર્ષે હિંદુજાએ તેમની દિવાળીની પાર્ટી લંડનમાં ન્યૂઝીલેન્ડ હાઉસમાં યોજી હતી, જ્યાં તેમની ઓફિસો હતો, જેમાં પ્રધાનમંત્રી માર્ગારેટ થેચર ઉપસ્થિત રહ્યાં હતાં. એ સમયે પહેલી વાર બ્રિટનનાં પ્રધાનમંત્રી દિવાળીની ખાનગી પાર્ટીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. બ્રિટનમાં હિંદુજા અને ભારતીય સમુદાય માટે આ સૌથી મોટું પરિવર્તન હતું. આ પ્રકારની જબરદસ્ત શરૂઆત સાથે હિંદુજા પરિવારની દિવાળીની પાર્ટી ભારતનાં સૌથી મોટાં ધાર્મિક તહેવારની ઊડીને આંખે વળગે એવી અભિવ્યક્તિ બની ગઈ હતી.

હકીકતમાં તેમની વાર્ષિક દિવાળીની પાર્ટી બ્રિટિશ અને ભારતીય લીડર માટે મિલન સમારંભ બની ગયો હતો, જેમાં રાજદ્વારીઓ અનૌપચારિક છતાં ફળદાયક રીતે એકબીજાને મળતાં હતાં. આ પાર્ટીમાં સંગીત, ભાષણો થતાં હતાં અને વિવિધ પ્રકારનાં શાકાહારી વ્યંજનો પીરસવામાં આવતાં હતાં!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.