Western Times News

Gujarati News

હિંદુત્વની તુલના ISIS સાથે કરવા પર મહેબુબાનું સમર્થન

નવી દિલ્હી, પોતાના પુસ્તકમાં હિન્દુત્વની તુલના આઈએસઆઈએસ જેવા સંગઠનો સાથે કરીને રાજકીય વિવાદનો મધપૂડો છંછેડનારા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીનો સાથ મળ્યો છે.

મહેબૂબા મુફ્તીએ સલમાન ખુરશીદના પુસ્તકમાં હિન્દુત્વની આતંકી સંગઠનો સાથેની સરખામણીના મુદ્દે કહ્યુ હતુ કે, હા સાંપ્રદાયિક પાર્ટીઓ (ભાજપ)ની સરખામણી આઈએસઆઈએસ સાથે થઈ શકે છે.કારણકે તેઓ કોમવાદને ભડકાવે છે અને ધર્મના નામ પર લોકોને મારે છે.

મુફતીએ કહ્યુ હતુ કે, સનાતન ધર્મ સાંપ્રદાયિક ભેદભાવ શીખવાડતો નથી.હિન્દુત્વને ભાજપ અને આરએસએસ દ્વાર હાઈજેક કરી લેવાયુ છે.તેઓ આપણને જે ભણાવવા માંગે છે તે હિન્દુત્વ નથી.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વચ્ચેનો ભેદ સમજાવીને આડકતરી રીતે સલમાન ખુરશીદનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.