હિંદુત્વ સહુને સાથે લઈને ચાલે છે: મોહન ભાગવત
અમદાવાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકારના સત્તામાં આવ્યા પછી આરએસએસ પ્રમુખ પહેલી વાર ભાજપ શાસિત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.
આરએસએસ પ્રમુખે કહ્યુ કે હિંદુત્વ એક વૈચારિક વ્યવસ્થા છે જે સહુને સાથે લઈને ચાલે છે. મોહન ભાગવત શહેરની ત્રણ દિવસીય યાત્રા દરમિયાન લગભગ ૧૫૦ આમંત્રિતોની એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ, ‘હિંદુત્વ એ છે જે સહુને સાથે લઈને ચાલે છે, સહુને સાથે લાવે છે, સહુને પોતાની અંદ જાેડે છે અને સહુને સમૃદ્ધ બનાવે છે.’
ભાગવતે કહ્યુ કે ક્યારેક-ક્યારેક અટચણોને હટાવતી વખતે સંઘર્ષ ઉત્પન્ન થાય છે પરંતુ હિંદુત્વ સંઘર્ષ માટે નથી. આ હિંદુઓએ સમજવાનુ છે. પરંતુ હિંદુઓએ એ પણ સમજવુ જાેઈએ કે અડચણો દૂર કરવા માટે શક્તિની જરૂર હોય છે કારણ કે દુનિયા એ જ સમજે છે.
આપણે શક્તિશાળી બનવાનુ છે. પરંતુ આવી શક્તિ અત્યાચાર માટે ક્યારેય નહિ હોય. આ ધર્મની રક્ષા કરીને દુનિયાને એકસાથે લાવશે. તેમણે આગળ કહ્યુ કે એક રાષ્ટ્ર એક સામાન્ય સંસ્કૃતિ અને ઉદ્દેશથી જાેડાયેલ વ્યક્તિઓનો સમૂહ છે.HS