Western Times News

Gujarati News

હિંદુ પોતાના બાળકોને ધર્મ અને પરંપરાઓ માટે ગર્વ કરનારી વાતો અને મૂલ્યો વિશે નથી જણાવી રહ્યા: ભાગવત

નવી દિલ્હી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે લગ્ન માટે બીજાે ધર્મ અપનાવનારા હિંદુ ખોટુ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ બસ પોતાના નાના સ્વાર્થો માટે થઈ રહ્યુ છે આનુ કારણ એ છે કે હિંદુ પરિવાર પોતાના બાળકોને પોતાના ધર્મ અને પરંપરાઓ માટે ગર્વ કરનારી વાતો અને મૂલ્યો વિશે નથી જણાવી રહ્યા.

મોહન ભાગવતે કહ્યુ, ‘રૂપાંતરણ કેવી રીતે થાય છે? આપણી છોકરીઓ અને છોકરાએ બીજા ધર્મોમાં કેવી રીતે પરિવર્તિત થાય છે? તે પણ લગ્ન અને નાના-નાના સ્વાર્થી કારણો માટે આમ કરવુ ખોટુ છે. આપણે પોતાના બાળકોને તૈયાર નથી કરતા. આપણે પોતાના અને પોતાના ધર્મ પર ગર્વ કરવાની જરૂર છે.’

મોહન ભાગવતે કહ્યુ કે આપણે તેને સંસ્કાર ઘરમાં આપવા પડશે. પોતાના લોકો પ્રત્યે ગૌરવ, પોતાના ધર્મ પ્રત્યે ગૌરવ, પોતાની પૂજા પ્રત્યે ગૌરવ. તેને લઈને કોઈ પ્રશ્ન આવશે તો જવાબ આપવા. કન્ફ્યુઝ ન થવુ જાેઈએ. ધર્માંતરણ પર મોહન ભાગવતનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ઘણા ભાજપશાસિત રાજ્યો કથિત રીતે લવ જેહાદના વિરોધમાં કાયદો લાવ્યા છે. એવુ સમજવામાં આવે છે કે આ કાયદાઓને આરએસએસના દબાણમાં લાવવામાં આવ્યા હતા.

મોહન ભાગવતે ભારતીય પારિવારિક મૂલ્યો અને તેમના સંરક્ષણ વિશે વિસ્તારથી વાત કરી અને તેમણે એ પણ મુદ્દો ઉઠાવ્યોકે કેવી રીતે મોટાભાગના આરએસએસ કાર્યક્રમોમાં માત્ર પુરુષો જ દેખાય છે. મોહન ભાગવતે કહ્યુ, ‘આરએસએસનો ઉદ્દેશ હિંદુ સમાજને સંગઠિત કરવાનો છે. પરંતુ જ્યારે આપણે આરએસએસના કાર્યક્રમ આયોજિત કરીએ છીએ ત્યારે આપણે માત્ર પુરુષ જ દેખાય છે. જાે આપણે આખા સમાજને સંગઠિત કરવા માંગતા હોય તો આમાં ૫૦ ટકા મહિલાઓ પણ હોવી જાેઈએ.’

ભાગવતે કહ્યુ, ‘ભારતીયોએ હંમેશા પોતાની સંપત્તિની બીજા સાથે શેર કરી છે. મુઘલોના આવવા સુધી ભારત પાસે ઘણી સંપત્તિ હતી.’ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ, ‘પહેલી શતાબ્દીથી ૧૭મી સદી સુધી દેશમાં મુઘવ લૂંટ શરૂ થતા પહેલા ભારત આર્થિક રીતે દુનિયાનુ સૌથી સમૃદ્ધ દેશ હતો એટલા માટે તેને સોને કી ચિડિયા કહેવામાં આવતો હતો.’ આરએસએસ પ્રમુખ ભાગવતે માતાપિતાને બાળકો ઓટીટી પ્લેટફૉર્મ પર શું જાેઈ રહ્યા છે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે પણ જણાવ્યુ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.