હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા અમારી પ્રાથમિકતા : નરેન્દ્ર મોદી
મંગળવારે પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા
પીએમે કહ્યું કે ક્વાડ સ્તર પર આપણા આપસી સહયોગથી એક સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી ઇન્ડો-પેસેફિક ક્ષેત્રને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે
ટોક્યો,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશદાના નિમંત્રણ પર બે દિવસીય ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. પીએમ મોદીએ સોમવારે ક્વાડ નેતાઓ સાથે એલગ-અલગ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. ટોક્યો પ્રવાસ પર ભારત-જાપાન વચ્ચે સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશિપ પર વાત થઇ છે.
મંગળવારે પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેન, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મિત્રો વચ્ચે આવીને ખુશી થઇ છે. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝને અભિનંદન પાઠવ્યા હતા. પીએમે કહ્યું કે ક્વાડે આટલા ઓછા સમયમાં દુનિયા સામે એક મહત્વનું સ્થાન બનાવ્યું છે.
આજે ક્વાડનો દાયરો વ્યાપક થયો છે. તેનું રુપ પ્રભાવી છે. આપણો એકબીજા પર વિશ્વાસ અને આપણા સંકલ્પ લોકતાંત્રિક શક્તિઓને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહ્યો છે. પીએમે કહ્યું કે ક્વાડ સ્તર પર આપણા આપસી સહયોગથી એક સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી ઇન્ડો-પેસેફિક ક્ષેત્રને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ આપણા બધાનો સંયુક્ત લક્ષ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા આપણી પ્રાથમિકતા છે. તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને કહ્યું કે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ચીન સતત પડકાર ઉભા કરી રહ્યું છે. તેમણે યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ગણાવ્યું છે. બાઇડેને કહ્યું કે રશિયા જંગ ખતમ કરવાના મૂડમાં નથી. ઇન્ડો પેસેફિક ક્ષેત્રને લઇને જાે બાઈડેને કહ્યું કે ઇન્ડો પેસિફિકમાં અમેરિકા એક મજબૂત, સ્થિર અને સ્થાયી ભાગીદાર રહેશે.
My remarks at the Quad Leaders Meeting in Tokyo. https://t.co/WzN5lC8J4v
— Narendra Modi (@narendramodi) May 24, 2022
અમે હિંદ-પ્રશાંતની શક્તિઓ છીએ. જ્યાં સુધી રશિયા યુદ્ધ જારી રાખશે અમે ભાગીદારી બન્યા રહીશું. આ પહેલા સોમવારે પીએમ મોદીએ ટોક્યોમાં જાપાનના વેપારી નેતાઓના ગોલમેજ સંમેલનમાં ભાગ લીધો હતો. જેમાં ૩૦થી વધારે જાપાની કંપનીઓના મોટા અધિકારીઓ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
પીએમ મોદીએ સોમવારે ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે આજના વિશ્વને ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલવાની ખૂબ જરૂર છે. તેમણે કહ્યું, ‘આજે વિશ્વની સામે ચાલી રહેલા તમામ પડકારો, પછી તે હિંસા હોય, અરાજકતા હોય, આતંકવાદ હોય, જળવાયુ પરિવર્તન હોય તેનાથી માનવતાને બચાવવાનો આ માર્ગ છે. ભારત ભાગ્યશાળી છે કે તેને ભગવાન બુદ્ધના સીધા આશીર્વાદ મળ્યા છે.
તેમના વિચારોને આત્મસાત કરીને ભારત સતત માનવતાની સેવા કરી રહ્યું છે. પીએમે કહ્યું કે હું જ્યારે પણ જાપાન આવું છું ત્યારે દર વખતે તમારા પ્રેમની વર્ષા વધતી જાેઉં છું. તમારામાંથી ઘણા મિત્રો ઘણા વર્ષોથી અહીં સ્થાયી થયા છે. જાપાનની ભાષા, પોશાક, સંસ્કૃતિ અને ખોરાક એક રીતે તમારા જીવનનો ભાગ બની ગયા છે.sss