હિંદ મહાસાગરમાં ચીની યુધ્ધ જહાજો જોવા મળ્યા
નવીદિલ્હી, હિંદ મહાસાગરમાં ચીન પોતાની અવરજવર અને પ્રભાવ વધારવાનો પ્રયાસ કરવામાં લાગ્યું છે ભારતીય નૌસેનાએ ચીનના બે યુધ્ધ જહાજાની માહિતી લગાવી છે જે ભારતીય જળસીમાની ખુબ નજીક છે.
નૌસેનાના પી-૮૧ ગુપ્ત વિમાનોએ દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના યુધ્ધ જહાજા શિયાન ૩૨ને સફળતાપૂર્વક ટ્રેક કર્યું ભારતના સર્વિલાંસ પ્લેને ચીની યુધ્ધ જહાજની ઉપરથી તસવીર પણ લીધી છે જેમાં તેના લૈંડિંગ પ્લેટફોર્મ ડોક જાવા મળે છે.ક્ષેત્રમાં ચીનના જંગી જહાજ હોવાથી ભારતીય નૌસેના પણ એલર્ટ થઇ ગઇ છે.
નૌસેનાના સુત્રોએ જણાવ્યું હતું કે આ તસવીરો સપ્ટેમ્બરના પહેલા ૧૫ દિવસની અદરની છે ચીનનું આ યુધ્ધજહાજ કેટલાક સમય બાદ જ શ્રીલંકાના જળ વિસ્તારમાં દાખલ થઇ ગયું ભારતના ટોહી વિમાનથી ચીનના યુધ્ધ જહાજાની સતત દેખરેખ અને તેની મુવમેંટ પર અપડેટ આપે છે.
આ ઉપરાંત ભારતીય દેખરેખ વિમાન પી ૮૧એે ચીનના એક વધે યુધ્ધજહાદને ટ્રેક કર્યું જે અદનની ખાડીમાં એંટી પાડરેસી મિશનમાં સામેલ હતું. ચીનના આ જંગી જહાજ સોમાલી દરિયાઇ લુંટેરાઓથી પોતાના દેશના કારોબારીઓના હિતોની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યું હતું તેની તસવાર થોડી દુરથી તે સમયે લેવામાં આવી જયારે તે હિંદ મહાસાગરથી પસાર થઇ રહ્યું હતું.