હિંદ મહાસાગર કેટલા દેશોને જાેડે છે, જાણો છો?

હિંદ મહાસાગર દુનિયાનો તૃતીય સૌથી વિશાળ મહાસાગર છે. જે સુંદર ટાપુઓમાંનો એક છે. હિંદ મહાસાગર ૧૬ દેશોથી ઘેરાયેલો છે. જેનું ક્ષેત્રફળ આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા સુધી ૬૦૦૦થી વધુ માઈલ છે. તો ચાલો, આજે આપણે એની વાત કરીએ.
માડાગાસ્કર ઃ ભારતીય મહાસાગરમાં સૌથી મોટો ટાપુ માડાગાસ્કર બ્રિટનના આકારથી બમણો છે. આ ટાપુ ફકત ર૦ પરિવારના માછીમાર સમુદાયનું ઘર હોવા છતાં વસાહતીઓ દ્વારા સૌથી મહત્વપૂર્ણ વેપાર પ્રવૃતિમાંથી તે એક છે. અહીંના લોકો બહુ મૂળભૂત જીવન જીવે છે, જયાં શાળા નથી અને આરોગ્ય સંભાળ સુવિધાઓ પણ ઓછી છે અને જીવવા માટે માછીમારી પર આધાર રાખે છે.
રસપ્રદ વાસ્તવિકતા ઃ પશ્ચિમી માડાગાસ્કરના દરિયાકાંઠના લોકોને વેઝસ તરીકે ઓળખવામાં આવે છે. મર્યાદિત વસ્તી સાથે તેઓ તેમની હયાતી માટે હિંદ મહાસાગર પર સંપૂર્ણ આધાર રાખે છે અને ઉત્તમ માછીમારીની તલાશમાં તેઓ સેંકડો માઈલોનો પ્રવાસ કરી શકે છે.
સશેલ્સ ઃ સશેલ્સ પૂર્વીય આફ્રિકા પાસે હિંદ મહાસાગરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા ૧૧પ ટાપુઓનું કલેકશન છ. અમુક સુંદર બીચનું ઘર તેની વસતી ૮પ,૦૦૦ છે, જે આફ્રિકાના કોઈ પણ દેશ કરતાં સૌથી ઓછી છે, આ દેશ તેના સૌંદર્યથી ઓળખાય છે. અહીં સક્રીય રીતે પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવે છે.
રસપ્રદ વાસ્તવિકતા ઃ માયેન ટાપુને સશેલ્સ સરકાર દ્વારા નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે અને દુનિયામાં સૌથી નાના નેશનલ પાર્કમાંથી એક માનવામાં આવે છે.
ઝાંઝીબાર ઃ ઝાંઝીબારનો ઉષ્ણકટિબંધીય ટાપુ આફ્રિકામાં તાન્ઝાનિયાના દરિયાકાંઠા પાસે આવેલો છે. આ ટાપુ હિંદ મહાસાગરમાં વાણિજ્યનો મુખ્ય સ્ત્રોત છે. કારણ કે તે ઈસ્ટ આફ્રિકાને દુનિયાના અન્ય ભાગ સાથે જાેડે છે. દુનિયાભરના વેપારીઓ મસાલાઓ અને હાથીદાંત માટે ઝાંઝીબારમાં આવતા હતા.
રસપ્રદ વાસ્તવિકતા ઃ આ ટાપુ તત્કાલીન ઝાંઝીબારના સુલતાન અને બ્રિટિશ વચ્ચે દુનિયામાં સૌથી ટુંકા યુદ્ધમાંથી એકનો ઈતિહાસ ધરાવે છે, જે યુદ્ધ ફકત ૩૮ મિનિટ ચાલ્યું હતું.
માલદીવ ઃ માલદીવ આશરે ૧ર,૦૦૦ ટાપુઓનો બનેલો છે અને સંપૂર્ણ કલેકશન કોરલ આઈલેન્ડસનું બનેલું છે, જે દુનિયામાં સૌથી વ્યાપક રીફ સિસ્ટમ્સમાંથી એક છે. વૈશ્વિક સમુદ્રી પર્યાવરણના તે ૧ ટકાથી પણ ઓછું હોવા છતાં ટાપુઓ આસપાસ કોરલ રીફસ સર્વ સમુદ્રી જાતિમાંથી રપ ટકાથી વધુને ખાદ્ય પુરું પાડે છે.
રસપ્રદ વાસ્તવિકતા ઃ માલદીવની અડધોઅડધ વસતી માછીમારી ઉદ્યોગમાં સંકળાયેલી છે. અહીંની એક સૌથી લોકપ્રિય ખારા પાણીની માછલી ટુના ફિશ છે, જે માલદીવના સમુદ્રમાંથી અન્ય દેશો માટે લઈ જવાય છે.