હિંદ રેક્ટિફાયર્સનું FY2019-20નાં બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખું વેચાણ રૂ. 83.18 કરોડ થયું
મુંબઈ, 11 નવેમ્બર, 2019: ઔદ્યોગિક પાવર ઇલેક્ટ્રોનિક્સ અને પાવર કન્વર્ઝન ઇક્વિપમેન્ટની ડિઝાઇન અને ઉત્પાદનમાં સંકળાયેલી કંપની હિંદ રેક્ટિફાયર્સ લિમિટેડે આજે નાણાકીય વર્ષ 2019-20નાં બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામોની જાહેરાત કરી હતી.
ત્રિમાસિક ગાળામાં કરવેરાની ચુકવણી પછીનો નફો રૂ. 7.52 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2018-19નાં બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 2.35 કરોડ હતો. ત્રિમાસિક ગાળા માટે શેરદીઠ આવક (વાર્ષિક નહીં) રૂ. 4.55 હતી. નાણાકીય વર્ષ 2019-20નાં બીજા ત્રિમાસિક ગાળામાં કાર્યકારી નફો (ઇબીઆઇટીડીએ) રૂ. 13.47 કરોડ હતી, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં રૂ. 5.57 કરોડ હતો.
હિંદ રેક્ટિફાયર્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સુરમ્ય નેવાતિયાએ કહ્યું હતું કે, “મને એ જાહેર કરતાં ખુશી થાય છે કે, હિંદ રેક્ટિફાયર્સ લિમિટેડે બજારની બદલાતી સ્થિતિમાં બીજા ત્રિમાસિક ગાળામાં સ્થિર વૃદ્ધિ જાળવી રાખી છે. મુખ્ય કામગીરીઓએ અમારી કાર્યકારી આવક અને ઇબીઆઇટીડીએ (કાર્યકારી નફો) વધારવામાં મદદ કરી છે. અમે નવીન સોલ્યુશનો પ્રદાન કરવા, સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ વધારવાનું જાળવી રાખીશું તેમજ અમે અમારી વૃદ્ધિને વેગ આપવાનું જાળવી રાખવા આતુર છીએ.”
“હિરેક્ટ” તરીકે ઓળખાતી હિંદ રેક્ટિફાયર્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1958માં બ્રિટનની બ્રેક એન્ડ સિંગલ, વેસ્ટિંગહાઉસ સાથે જોડાણમાં થઈ હતી. બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ હિરેક્ટ રેલવે, પાવર, ટેલીકમ્યુનિકેશન, આઇટી, સ્ટીલ, નોન ફેરસ મેટલ્સ જેવા વિવિધ એન્ડ યુઝર્સ ઉદ્યોગો માટે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને પાવર કન્વર્ઝન ડિવાઇઝનાં ડેવલપિંગ, ડિઝાઇનિંગ અને ઉત્પાદનમાં સંકળાયેલી છે. કંપનીની મુખ્ય ઉત્પાદન સુવિધા મુંબઈનાં ભાંડુપમાં છે, ત્યારે અન્ય ઉત્પાદન સુવિધાઓ મહારાષ્ટ્રનાં નાશિકમાં છે અને ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં બે પ્લાન્ટ છે.
તેનાં પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ઇલેક્ટ્રો સ્ટેટિક પ્રીસિપિટેટર્સ માટે રેક્ટિફાયર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇન્વર્ટર્સ, કન્વર્ટર્સ, સેમિ-કન્ડક્ટર્સ, કન્ટ્રોલર્સ અને પાવર સપ્લાય સિસ્ટમ સામેલ છે. હિરેક્ટની વૃદ્ધિગાથા ભારતીય રેલવે સાથે સારી રીતે જોડાયેલ છે, જે પાછળથી હિરેક્ટ સાથે સૌથી મોટો અને સૌથી લાંબા ગાળાનો ક્લાયન્ટ બની ગયેલ છે.