Western Times News

Gujarati News

હિંમતનગરના વિધર્મી યુવકના ધમકીભર્યા મેસેજથી યુવતીનો આપઘાત

Files Photo

હિંમતનગર: હિંમતનગર તાલુકાની યુવતી થોડા સમય અગાઉ વિધર્મી યુવકના પરિચયમાં આવતાં યુવતીએ દવા પીને જીવન ટૂંકાવી લીધા બાદ તેના મોબાઇલમાંથી વિધર્મી યુવકના ધમકી ભર્યા મેસેજ મળતાં પરિવારે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસે મરવા સુધીનું દુષ્પ્રેરણ કરનાર હિંમતનગર તાલુકાના કનઇ ગામના યુવકને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. દીકરીની અંતિમવિધિ કરી પરિવાર ઘેર આવ્યા બાદ તેનો મોબાઇલ જાેવા દરમિયાન એક વિધર્મી યુવકના ધમકી ભર્યા મેસેજ જાેવા મળ્યા હતા મેસેજ કરનાર યુવક પણ પરિચીત હતો અને વિધર્મી હતો.

વિધર્મી યુવકે મરવા સુધીનું દુષ્પ્રેરણ કર્યું હોવાનું સ્પષ્ટ થતાં પરિવાર રૂરલ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યો હતો અને મોબાઇલ બતાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો હતો. વિધર્મી યુવકે યુવતીને ફસાવ્યા બાદ માનસિક પ્રતાડના કરી જીવન ટૂંકાવવા મજબૂર કર્યાની વાત વાયુવેગે પ્રસરી જતાં ખળભળાટ મચી ગયો હતો અને લોકોના ટોળા ઉમટ્યા હતા.

ચકચારી ઘટનાને પગલે રૂરલ પોલીસના ઢીલા રવૈયાને કારણે ભારે રોષ પેદા થયો હતો. પોલીસ સાંજે ગુનો નોંધી પરિવાર સમેત તેમના ઘર સુધી પહોંચી હતી. તે અગાઉ યુવતીને મરવા સુધીનું દુષ્પ્રેરણ કરનાર હિંમતનગરના કનઇ ગામના વિધર્મી યુવક ૨૬ વર્ષીય મસી એહમદ અબ્બાસને ઝડપી લાવી સળિયા પાછળ ધકેલ્યો હતો.

ઘટનાને પગલે રોષ પેદા થઇ રહ્યો છે. સા.કાં.એસ.પી. નીરજ બડગુજરે જણાવ્યું કે યુવતીના અંતિમ સંસ્કાર બાદ મોબાઇલમાં મળેલ મેસેજને પગલે પરિવારજનો આવ્યા હતા અને તેમાં તથ્ય જણાતાં ગુનો નોંધી યુવકને પકડી લેવાયો છે. મોબાઇલની ફોરેન્સિક તપાસ કરી બીજુ કંઇ વાંધાજનક ડિલીટ થઇ ગયું હશે તો તે રિકવર કરવા પણ પ્રયાસ કરાશે. હાલમાં તપાસ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.