હિંમતનગરના શ્રી ઉમિયા માતાજી મંદિરમાં મહિલા સંમેલન યોજાયું
હિંમતનગર, ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા સંચાલિત મહિલા સંમેલન શ્રી સી.કે. પટેલ સમાજવાડી પરિસર, શ્રી ઉમિયા માતાજી મંદિર, મહાવીરનગર, હિંમતનગરની પાવન ભૂમિમાં ભવ્ય રીતે તા.૧૯.૮.ર૦ર૧ના રોજ ઉજવાયું.
સંમેલનમાં તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાની ગુલાબી સાડીના ડ્રેસમાં સજ્જ અગ્રણી મહિલાઓ ર૮૦થી પણ વધારે સંખ્યામાં હાજર રહી હતી સુરત, કડી, અમદાવાદ, ઉંઝાથી પણ બહેનો હાજર રહી હતી. આ પ્રસંગમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના હોદ્દેદારશ્રીઓ, શ્રીમણિભાઈ ઈ. પટેલ- મમ્મી (પ્રમુખશ્રી), શ્રી દિલીપભાઈ પટેલ (મંત્રીશ્રી), શ્રી જયંતિભાઈ પટેલ (સહમંત્રી), શ્રીચીમનભાઈ પટેલ, (ખજાનચી) પ્રવિણભાઈ બી. પટેલ (ઉમિયા પરિવાર સંગઠન પ્રમુખ, ઉંઝા મંદિર કારોબારી સભ્ય), હિતેષભાઈ પટેલ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
શ્રી ઉમિયા પરિવાર હિંમતનગરના હોદ્દેદારો શ્રીર્ડા. ચીમનભાઈ એસ. પટેલ (પ્રમુખશ્રી ઉ.પરિવારના પાયોનિયર, સ્થાપક) શ્રી ડાહયાભાઈ આર. પટેલ (સક્રીય મંત્રી) શ્રી ધીરૂભાઈ પટેલ (કન્વીનર, ઉમિયા માતાજી મંદિર સમિતિ) પરિવારના કારોબારી સભ્યો, શિક્ષણ સમિતિ સભ્યો,
ભોજનદાતાશ્રી અરવિદભાઈ પટેલ, મહિલા પાંખની અગ્રણી મહિલાઓ, ઉમાભકતો હાજર હતી. બહારથી આવેલ બહેનોમાં નારી ગૌરવ સન્માનિત પ્રોફેસર ઉંઝાની ઉમિયા મંદિરની મહીલા સમિતિ અધ્યક્ષ જાગૃતિબેન પટેલ, દિવાળીબેન, ભાનુબેન, ગીતાબેન, સાવિત્રીબેન, સુધાબેન, નીતાબેન, ખલકાબેન, કોકિલાબેન, હંસાબેન, પાયલબેન,
સવિતાબેન વગેરે અગ્રણી મહિલા પાંજ હાજર હતી. શરૂમાં સમૂહ ચ્હા-પાણી મંદિર દર્શન, વૃક્ષારોપણ (અધ્યક્ષ મણિભાઈ પટેલ) મમ્મીના હસ્તે સમુહમાં થયું. એનાઉન્સર ચેતનાબેન તથા રસીલાબેન દ્વારા ઉ.પરિવાર મહિલા પાંખના અગ્રણી પ્રસંગના વ્યવસ્થાપક શ્રીમતી પ્રેમીલાબેન કે. પટેલ સર્વ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું
મહેમાનોનું પરિવારના સભ્યો દ્વારા સ્વાગત થયું. ઉપરોકત મહાનુભાવો, મહેમાનો, હોદ્દેદારશ્રીઓ અગ્રણી મહિલાઓએ આજના આ સંમેલનમાં શ્રી ઉમિયા પરિવાર હિંમતનગરની પ્રવૃતિઓ વિશે, સા.કાંઠા અરવલ્લી તથા કચ્છ કડવા પાટીદારના સમાજાે વિશે, પાટીદાર સમાજના ૩૧૮ ગામ વિશે, વ્યસન મુક્તિ, સાદા લગ્નો,
સમૂહલગ્નો વડીલ વૃંદાવન, ઉઝાની પુણ્યભૂમિ ઉમિયાધામમાં ઉજવાતા પ્રસંગો, મંદિર (ઉંઝા)ની સહાયકારી આર્થિક શૈક્ષણિકપ્રવૃતિ વિશે દેશ વિદેશના ઉમાના મંદિરો વિશે ર૦૩૦ સુધીમાં ૧૦૦૧ ફોટો મંદિર બાંધવાનું અભિયાન મહિલા જાગૃતિ સંગઠન, નારી શક્તિ ઉજાગર, નારીનુ સ્થાન, સહનશક્તિની દેવી એવી નારી માતુ શક્તિ, પુરુષ પ્રધાન સમાજમાં નારી સ્થાન, મહિલા ચિંતન વગેરે નારી વિષયક સુંદર વિચારો રજૂ થયા રમીલાબેન એ વિચારો રજુ કર્યા અંતમાં નયનાબેન પટેલે આભારવિધિ કરી હતી.