હિંમતનગરમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મહાવીર નગર ચાર રસ્તા પાસે, અનંતેશ્વર મહાદેવ, સહકારીજીન રોડ હિંમતનગર ખાતે પક્ષી કલેક્સન કેમ્પ તથા ચાટ ચાટ વિતરણ, ચકલી માળા વિતરણ અને કુંડા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં 1000 ચકલીના માળા,1000 કુંડા તથા 1000 ચાટનું વિતરણ કરવામાં આવેલ છે. પ્રજામાં જાગૃતિ ના ભાગરૂપે ચાલુ સાલે ઇજા પામેલ પક્ષીઓની સંખ્યામાં અગાઉની સરખામણીએ ઘટાડો નોંધાયો છે, આ શુભ અવસર પર કાંતિભાઇ શાહ, ડોક્ટર જી ડી પટેલ, સર્વાનંદ ભાઈ ભટ્ટ અતુલભાઈ શાહ તથા ડોક્ટર જાખ વાલા તથા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા..