હિંમતનગરમાં ફરી હિંસા , પેટ્રોલ ભરેલા બાટલા ફેંકાયા
હિંમતનગર, રવિવારે રામનવમી નિમિત્તે હિંમતનગરના છાપરીયા ગામે નીકળેલી શોભાયાત્રા પર પથ્થમારો થયો હતો. જે બાદ આજે આજંપાભરી શાંતિ જાેવા મળી હતી. ત્યારે હિંમતનગરમાં ફરી એકવાર હિંસા ભડકી હતી.
હિંમતનગરમાં રાત્રે વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં હિંસા ભડકી હતી. બંને વિસ્તારમાં જૂથ દ્વારા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા ફેંકવામાં આવ્યા હતા.
આ હિંસા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. રવિવારે સમગ્ર દેશ સહિત રાજ્યમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ હતી.
આ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા પણ નીકળી હતી. હિંમતનગરના છાપરિયા ગામમાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રા પર કેટલાંક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ તથા આગચંપી કરવામાં આવ્યો હતો.
ત્યારે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. એ પછી પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોય એવું લાગી રહ્યું હતું. ત્યારે સોમવારે હિંમતનગરમાં અજંપાભરી શાંતિ જાેવા મળી હતી.
પરંતુ હિંમતનગરમાં મોડી રાત્રે ફરી એકવાર શાંતિ ડહોળાઈ હતી. મોડી રાત્રે હિંમતનગરના વણઝારા વાસ અને હસનનગરમાં હિંસા ભડકી હતી તથા બે જૂથ સામ સામે આવી ગયા હતા.
જે બાદ બંને જૂથ દ્વારા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા પણ ફેંકવામાં આવ્યા હતા. જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. કોઈ સ્થાનિક દ્વારા આ હિંસાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો.
બાદમાં આ હિંસાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. ઘટનાના પગલે હિંમતનગર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અહીં પરિસ્થિતિ વધુ વકરે નહીં અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, રામનવમીના રોજ ભડકેલી હિંસા બાદ પોલીસે અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. રવિવારે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે ૩૦થી પણ વધુ અસામાજીક તત્વોની ધરપકડ કરી હતી.
સાથે જ ૧૪૪ની કલમ પણ લાગૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ધરપકડનો સિલસિલો ચાલુ જ હતો અને આ હિંસા ભડકી હતી. જાે કે, પોલીસ દ્વારા આ તત્વોને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.SSS