હિંમતનગરમાં મેડિકલ કોલજના ૩૦ વિદ્યાર્થીઓ એકસામટા માંદા પડયા
હિંમતનગર: કોરોનાની બીજી લહેર હજું તો માંડ શાંત પડી ત્યા હિંમતનગરમાં હવે મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે. અહીયા આવેલ મેડિકલ કોલેજમાંજ ૩૦ જેટલા વિદ્યાર્થીઓ ટાઈફોઈડની ઝપેટમાં આવી ગયા છે. જેના કારણે હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
કોલેજના વિદ્યાર્થીઓને એક સાથે પેટમાં દુખાવાની સમસ્યા થવાને કારણે દરેકના ટાઈફોઈડના ટેસ્ટ કરવામાં આવ્યા. સિવિલ સંકુલમાં ગટરની અને પાણીની લાઈન એક થઈ જવાને કારણે આ રોગચાળો ફાટી નિકળ્યો તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. જાેક સિવિલ પ્રશાસન આ વાતને નકારી રહ્યું છે.તો બીજી તરફ એક પછી એક વિદ્યાર્થીઓ બિમાર થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓ દ્વારા એવી જાણકારી આપવામાં આવી કે કેટલાક દિવસથી આર.ઓ બંધ છે. જેથી ગટરનું પાણી અને પવીના પાણીની લાઈન મિક્સ થઈ ગઈ જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. કુલ ૩૦ જેટલા વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે હવે તે પૈકી ૧૦ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે ૨૦ વિદ્યાર્થીઓ હજું સારવાર હેઠળ છે.
હોસ્ટેલમાં કુલ ૮૦૦ વિદ્યાર્થીઓ રહે છે. જે પૈકી ૩૦ વિદ્યાર્થીઓની હાલત લથડી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બિન ઓરોગ્યપ્રદ ખોરાક કે પછી પાણી પિવાને કારણે રોગચાળો ફેલાયો છે. આવા કેસમાં ૧૦ દિવસ પછી ટાઈફોઈડની અસર દેખાતી હોય છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મુદ્દે હાલમાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે ૨૦ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. જેમની હાલત સ્થિર છે. જેથી થોડાક દિવસોમાં તેમને પણ રજા આપી દેવામાં આવશે.