Western Times News

Gujarati News

હિંમતનગર ખાતે અડાઠમ જય નાયી કેળવણી મંડળ દ્ગારા સુંદર કાયૅક્રમોનુ આયોજન થયું

સાબરકાંઠા: સાબરકાંઠા   જિલ્લાના હિંમતનગર ખાતેના લીમ્બચધામ ખાતે  આજે લાભપાંચમ ના પવિત્ર દિવસે અડાઠમ જય નાયી કેળવણી મંડળ દ્ગારા તા:૦૧/૧૨/૨૦૧૯ના  રોજ યોજાનાર એકવીસમીમા સમૂહલગ્નોત્સવના એકવીસ થી પણ વધુ નવદંપતી ઓનાં લગ્ન ના મૂહુર્તના લગ્નપડીકાંનું વિતરણ. અને સ્નહમિલન સમારોહ સમાજના પ્રમુખ પ્રહલાદભાઇ નાયીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

જેમાં સમૂહલગ્નોત્સવમા  પાનેતર,ભોજન સહિતમાં દાન આપનાર દાતાઓનાં  સન્માનો કરવામાં આવ્યા હતાં. નવરાત્રીમાં મા લીમ્બચને આપેલ  સાડીદાના દરેક દાનદાતા લાભાર્થી ને પ્રસાદીરૂપે પરત આપવામાં આવી હતી. સમાજના પ્રમુખ પ્રહલાદભાઈ નાયી, મંત્રી જીતેન્દ્ર કુમાર નાયી સહિતના સમાજનાં વિવિધ આગેવાનો,સમાજનાં કાર્યકરો,વિવિધ વિભાગોમાં નોકરીમાંથી નિવૃત થયેલા અને શિક્ષણ ક્ષેત્રમાં ફરજ બજાવનારા વિવિધ લોકોએ માનનીય ઉદબોધનો કર્યા  હતા.

આજે લાભપાંચમ નિમિત્તે લીમ્બચ માતાજીની વિશેષ સેવા પૂજા અર્ચના, મહાઆરતીના કાર્યક્રમોનું સુંદર આયોજન અડાઠમ જય નાયી   કેળવણી મંડળ  દ્વારા કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.