હિંમતનગર ખાતે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ની બેઠક મળી
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
જિલ્લામાં ૧૧’૧૧૧છોડનું વુક્ષા રોપણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
મજબુર સંગઠન ની રચના કરવામાં આવી.
કન્યા કેળવણી અને વીમા સુરક્ષા કવચ વિષે પણ ચર્ચા કરવામા આવી .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની બેઠક યોજાઇ હતી જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સંકલ્પો લીધા હતાં.
હિંમતનગર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાબરકાંઠા-અરવલ્લીકાર્યકરો ની બેઠક મળી હતી જેમાં વિવિધ ચર્ચાઓની સાથે સંકલ્પ પણ લેવામાં આવ્યા હતાં જેમાં સાબરકાંઠા જિલ્લામાં ૧૧,૧૧૧ છોડ નું વુક્ષા રોપણ કરવાનો મજબૂત સંકલ્પ કરવામાં આવ્યો હતો તો જિલ્લા લેવલે તથા તાલુકા લેવલે સંગઠન ની રચના કરવા તથા કન્યા કેળવણી અને વીમા સુરક્ષા કવચ વિષે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી
ત્યારે કોરોનાની મહામારી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને સરકાર શ્રી ના નિયમો નું પાલન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેરમેન ઉર્વેશભાઇ પટેલ , મહા મંત્રી સંજયભાઈ ડી. પટેલ પોગલુ વાળા, કો.ચેરમેન સંજય ભાઇ પટેલ પ્રાંતિજ વાળા તથા કે.સી.પટેલ , ખજાનચી મુકેશભાઇ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં .