હિંમતનગર સબ જેલમાં ૧૭૦ પૈકી ૪૮ કેદીઓને આંખની તકલીફ
ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ખાતે રોટરી કલબ હિંમતનગર દ્વારા નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું
ભિલોડા, હિંમતનગર સબજેલમાં રોટરી કલબ અને ભારત સ્કાઉટ ગાઈડના સંયુકત ઉપક્રમે જેલના કેદીઓની આંખોની તપાસ અને સારવારનો નિઃશુલ્ક કેમ્પ કરવામાં આવ્યો હતો.
ત્રણ ગ્રુપમાં કેદીઓની આંખોની તપાસ કરી હતી. દરેક ગ્રુપ આશરે પ૦ થી ૬૦ નું હતું. ૧૭૦ દર્દીઓની આંખોની તપાસ કરી જેમાં ઘણા દર્દીઓ એવા હતા કે જેમને આંખોના નંબરની ખબર આજે પડી હતી.
૧૭૦ કેદીઓમાંથી ૪૮ કેદીઓ એવા ડિટેકટ થયા કે જેમને આંખોની તકલીફ થતી, આંખોના નંબર હતા. અમુકને આંખો પર ઝારી બાજી ગઈ હતી. આંખોની અંદર ઈન્ફેકશન વાળા દર્દી હતા. આ પ્રસંગે ચીફ કમિશનર અતુલભાઈ દિક્ષિતે જણાવ્યું કે અમને તમારી સારવાર અને સેવા કરવાનો ખૂબ જ આનંદ થાય છે.
મુખ્ય મહેમાન તરીકે પધારેલ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન પટેલે જણાવ્યું કે જેલમાં રહીને સુધારાત્મક કાર્યો દ્વારા દેશના સારા નાગરિક બનવા માટે જણાવ્યું હતું.
હિંમતનગર રોટરી કલબના પ્રમુખ પ્રશાંતભાઈ વ્યાસે જેલના કેદીઓ માટે મેડીકલ કેમ્પ અને અન્ય કોઈ જરૂરિયાત હય તો તે પૂર્ણ કરવા માટે બાંહેધરી આપી હતી. સબ જેલ અધિક્ષક ચાવડા તથા દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જી.એમ.ઈ. આર.એસ.ના આંખના નેત્ર આસિસ્ટન્ટ ડોકટર હરેશભાઈ પટેલે આંખોની તપાસ અને સારવાર કરી હતી. આ પ્રસંગે ગાઈડ કમિશનર ડો. ભારતીબેન ચૌધરી, ગાઈડ કેપ્ટન સોનલબેન ડામોર હાજર રહ્યા હતા.